
-માત્ર 43 વર્ષનો હતો આ બિનગોરો અભિનેતા
-આંતરડાના કેન્સરથી પીડાતો હતો
લોસ એંજલિસ તા.29 ઑગષ્ટ 2020 શનિવાર
હોલિવૂડની સુપરહિટ ફિલ્મ બ્લેક પેન્થરના હીરો ચેડવીક બોસમેનનું અવસાન થયું હતું. એ માત્ર 43 વર્ષનો હતો અને છેલ્લા થોડા સમયથી આંતરડાના કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતો.
એના નિધનના સમાચાર આવતાં હોલિવૂડ, બોલિવૂડ અને ચેડવીકના લાખ્ખો ચાહકો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. ચેડવીકના મેનેજરે કહ્યું કે એની અંતિમ ક્ષણોમાં એની પત્ની અને કુટુંબીજનો હાજર હતાં.
ચેડવીકનાં સ્વજનોએ એક જાહેર નિવેદનમાં જણાવ્યા મુજબ અવિરત સંઘર્ષ કરીને ચેડવીક ટોચના કલાકારોમાં ગણાતો થયો હતો. એણે સંઘર્ષ સામે કદી પરાજય સ્વીકાર્યો નહોતો. કેન્સર સામે પણ એ એક યોદ્ધાની જેમ લડી રહ્યો હતો. છેલ્લાં ચાર વર્ષથી એ અભિનયની સાથોસાથ કીમોથેરપી અને સર્જરી કરાવતો રહ્યો હતો. એણે કદી પીડાની ફરિયાદ સુદ્ધાં કરી નહોતી. એ સતત હસતો રહેતો. ફિલ્મ બ્લેક પેન્થરમાં સમ્રાટ ટી-ચાલાનો રોલ કરવાનું એને ગૌરવ હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b8KrAs
ConversionConversion EmoticonEmoticon