
-કેટલીક હિન્દુ સંસ્થાઓએ ફરિયાદ કરી હતી
-લવ જિહાદ ભડકાવવાનો આરોપ મૂકાયો હતો
ગુવાહાટી તા.29 ઑગષ્ટ 2020 શનિવાર
કેટલીક હિન્દુ સંસ્થાઓએ અમારી ધાર્મિક લાગણી દૂભાઇ રહી છે એવી કરેલી ફરિયાદના પગલે આસામની રાજ્ય સરકારે રંગોલી ટીવી પર આવતી બેગમજાન ટીવી સિરિયલ પર બે મહિનાનો બૅન જાહેર કર્યો હતો. આ સિરિયલમાં મુસ્લિમ કથાનાયક અને હિન્દુ યુવતીની કથા રજૂ થઇ રહી હતી.
કેટલીક હિન્દુ સંસ્થાઓએ એવી ફરિયાદ કરી હતી કે આ સિરિયલમાં એક ખાસ ધર્મ અને સમાજના કેટલાક વર્ગો પ્રત્યે અપમાનજનક શબ્દો વાપરવામાં આવ્યા હતા જેને કારણે હિંસક બનાવો વધવાની ભીતિ રહેતી હતી. આસામ પોલસના પ્રવક્તાએ કહ્યું હતું કે હિન્દુ જાગરણ મંચ, અખિલ આસામ બ્રાહ્મણ યુવા પરિષદ, યુનાઇટેડ ટ્રસ્ટ ઑફ આસામ અને ગુણજિત અધિકારીની ફરિયાદના પગલે આ સિરિયલ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સિરિયલના નિર્માતાએ શૂટિંગ રોકી દીધું હતું અને પ્રતિબંધ સામે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા હતા.
સિરિયલમાં બેગમજાનનો મુખ્ય રોલ કરી રહેલી અભિનેત્રી પ્રીતિ કકોંગનાએ એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા થોડા દિવસથી મને ધાકધમકી મળતી હતી કે તારા પર રેપ કરવામાં આવશે અને તારી જિંદગી ઝેર કરી નાખવામાં આવશે. જો કે પ્રીતિએ આ સિરિયલ દ્વારા લવ જિહાદ ભડકાવવાના આરોપનો ઇનકાર કર્યો હતો. એણે કહ્યું હતું કે આપત્તિમાં સપડાયેલી એક હિન્દુ મહિલાને મુસ્લિમ પુરુષ દ્વારા સહાય મળે છે એવું આ સિરિયલમાં રજૂ કરાઇ રહ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b5zSOg
ConversionConversion EmoticonEmoticon