અમદાવાદ, તા. 18 જૂન 2020, ગુરૂવાર
માઈક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે Voice Tweet ફીચર લોન્ચ કર્યું છે. હાલ આ ફીચર iOS પ્લેટફોર્મ પર મર્યાદિત યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે.
કંપનનીએ સત્તાવાર નિવેદન બહાર પાડી કહ્યું કે, ઘણીવાર 280 કેરેક્ટર્સ પોતાની વાત રજૂ કરવા માટે પુરતા નથી હોતા માટે કંપની આ ફીચર થકી ટ્વિટર યુઝ કરવા માટે વધારે હ્યુમન ટચ આપવા માગે છે. યુઝર્સ હવે પોતાના વોઇસમાં ટ્વીટને રેકોર્ડ કરી શકશે.

Voice Tweet કરવા માટે ટેક્સ મેસેજ ટ્વીટ કરો છો તેવી રીતે યુઝ કરવાનું છે. Voice Tweet માટે ટ્વીટ કંપોઝર ઓપન કરવાનું છે અને અહીં તમને એક નવી વેવલેન્થનું આઇકોન જોવા મળશે.
તેને ટેપ કર્યા બાદ રેકોર્ડ કરવાનું ઓપ્શન મળશે, આ દરમિયાન સેન્ટરમાં તમારી પ્રોફાઇલ જોવા મળશે અને અહીં પર રેકોર્ડ બટન જોવા મળશે. ટેપ કર્યા બાદ વોઇસ ટ્વીટ સેન્ડ કરી શકો છો. એક પછી એક વોઇટ ટ્વીટ ટેક્સ્ટ મેસેજની જેમ થ્રેડમાં જોવા મળશે.
જોકે, Voice Tweetમાં ટેક્સ્ટ ટ્વીટની જેમ 140 સેકેન્ડ સુધીનો ઓડિયો રેકોર્ડ કરી શકો છે. જો તમારી પાસે તેનાથી વધારે કહેવા માટે છે તો તમે બોલતા રહો. લિમિટ પુરી થયા બાદ નવું વોઈસ ટ્વીટ શરુ થઇ જશે અને થ્રેડ બનવા લાગશે.
કંપની અનુસાર ફક્ત iOS માં પ્લેબેક નવી વિન્ડોમાં શરૂ થશે જે ટાઈમલાઈનના બોટમમાં ડૉક થઇ જશે. એટલે કે બીજી ટ્વીટ વાંચવી વખતે, સ્ક્રોલ કરતી પણ વોઇસ ટ્વીટ સતત સાંભળી શકશો.
વોયસ ટ્વીટનો એક ફાયદો એ છે કે તમે બીજા કામ કરતા પણ વોયસ ટ્વીય સાંભળી શકશો. Twitter નું કહેવું છે આગામી થોડાક અઠવાડિયામાં તમામ iOS યુઝર્સ માટે આ ફીચર લોન્ચ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ટ્વિટર સેવા ઈંટરનેટ પર વર્ષ 2006માં શરૂ કરવામાં આવી હતી અને પોતાની શરૂઆત થયા પછી ટેક-સેવી ગ્રાહકો, ખસ કરીને યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય થઈ ચુકી છે. ટ્વિટર સમયાંતરે યુઝર્સ માટે નવા-નવા ફીચર લોન્ચ કરતું રહે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UUVIx8
ConversionConversion EmoticonEmoticon