ખેડા જિલ્લામાં એક ઇંચથી માંડીને પાંચ ઇંચ સુધી વરસાદ ખાબકતા જળબંબાકાર


નડિયાદ,તા.11 જૂન 2020, ગુરુવાર

ખેડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગત મોડી રાત્રે જિલ્લાના કેટલાક  તાલુકાઓમાં મેઘ સવારી આવી પહોચી હતી. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજ દિન સુધી જિલ્લામાં ૫૭૮ મીમી વરસાદ નોંધાયો છે.

છેલ્લા ત્રણ દિવસથી ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ સહિત જીલ્લાના તાલુકા મથકોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને વીજળી સાથે મેઘરાજાએ જીલ્લામાં એન્ટ્રી મારી હતી. જેના કારણે  વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જોકે આજે વહેલી સવારથી આકાશમાં વાદળોના આવનજાવન વચ્ચે વાતાવરણમાં બફારો અનુભવાતો હતો અને સાંજ પડે અંશતઃ ઠંડક પ્રસરી હતી. રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ બની ગયું હતું. જેમાં કઠલાલમાં-૮૩ મીમી, કપડવંજમાં-૮૮ મીમી, ખેડામાં-૪૮ મીમી, ગળતેશ્વરમાં-૪૧ મીમી, ઠાસરામાં-૩૧ મીમી, નડિયાદમાં-૧૩૮ મીમી, મહુધામાં-૫૧ મીમી, મહેમદાવાદમાં-૬૦ મીમી, માતરમાં-૧૬ મીમી અને વસોમાં-૨૨ મીમી સાથે જીલ્લાનો કુલ વરસાદ ૫૭૮ મીમી  નોધાયો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30x5pFA
Previous
Next Post »