મહુધાના સારતાપુરની સીમમાં દેશી બંદૂકથી નિલગાયોનો શિકાર કરાયો


નડિયાદ,તા.11 જૂન 2020, ગુરુવાર

મહુધા તાલુકામાં અજાણ્યા ઇસમો દ્વારા ગેરકાયદેસર રીત નીલ ગાયનો શિકાર કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 સાસ્તાપુર ગામની સીમ વિસ્તારમાં આવેલ એક ઓરડી નજીક  કેટલાક અજાણ્યા વ્યક્તિઓ નીલ ગાયનો શિકાર કરી નાસી છૂટયા હોવાની ચર્ચા ફેલાઇ છે. આ અજાણ્યા ઈસમો નીલ ગાયનો શિકાર કરવા માટે ગાડી, દેશી બનાવટની બંદૂક સીંગલ બેરલની, લોખંડનો છરો સાથે લાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. 

ઉપરાંત તેમણે પાંચ જેટલી નીલ ગાયોનો શિકાર કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવ અંગે મહુધા પોલીસે બે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fadkga
Previous
Next Post »