બોલીવૂડના ટોપ એકશન હીરોઝ

બોલીવૂડમાં એકશન હમેશાથી ચાલ્યું આવે છે. તેમદ એકશન ફિલ્મો મોટા ભાગે સફળતાની ગેરન્ટી મનાતી હોય છે. જોકે પહેલાના સમયમાં આવી ફિલ્મોને સી ગ્રેડ ફિલ્મો માનવામાં આવતી હતી. સીતેરના દાયકાથી એકશન ફિલ્મોનો દોર શરૂ થયો અને ૯૦ના દાયકામાં તો મોટા ભાગે એકશન ફિલ્મો જ બનતી હતી.  બોલીવૂડના ટોપ એકશન હીરો અને તેમની ફિલ્મ વિશે થોડું


અજય દેવગણ

૧૯૯૧માં ફૂલ ઓર કાંટેથી અજય દેવગણે કારકિર્દી શરૂ કરી હતી. ત્યારે એકશન ફિલ્મોની બોલબાલા હતી. અજયે પણ એકશન ફિલ્મોથી જ કારકિર્દી શરૂઆત કરવામાં શાણપણ વાપર્યું હતું. તેનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી. ત્યારથી અજય રૂપેરી પડદે મારપીટ કરતો જોવા મળતો. તેની એકશન ફિલ્મોમાં મુખ્ય રીતે, ફૂલ ઓર કાંટે, જિગર, સુહાગ, વિજયપથ, કંપની, તક્ષક, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ, સિંઘમ રિટર્નસ અને શિવાયનો સમાવેશ થાય છે. 


અક્ષય કુમાર

સામાન્ય રીતે પહેલા એમ મનાતું હતું કે, ટોચના કલાકારો એકશન ફિલ્મો કરે નહીં. જેમનો અભિનય સારો ન હોય તે જ કલાકારો લાત-ઘુંસા મારીને દર્શકોને મનોરંજન કરાવી જાય. ઘણા કલાકારોએ ફિલ્મોમાં એકશન દ્રશ્યો ભજવીને દર્શકોના દિલ જીતી લીધા છે. અક્ષય કુમાર પણ આમાંનો જ એક છે. તેને નવા સ્ટંટ કરવા ગમે છે. તેમજ મોટા ભાગના સ્ટેટ દ્રશ્યો તે જાતેજ ભજવતો હોય છે. ખિલાડી સીરિઝના રૂપમાં તેણે દર્શકોને ઘણી એકશન ફિલ્મો આપી છે અને દર્શકોને પસંદ પણ પડી છે. તે કદી હેલિકોપ્ટર પર લટકતો, કે પછી પહેલવાનને ઉપાડતો જોવા મળ્યો છે. તે માર્શલ આર્ટસમાં પણ નિપુણ છે જે તેને એકશન દ્રશ્યોમાં બહુ કામ આવે છે. 

ખિલાડી, વક્ત હમારા હૈ, મોહરા, મેં ખિલાડી હું, અનાડી, ખિલાડિયોં કા ખિલાડી, સંઘર્ષ ઇન્ટરનેશનલ ખિલાડી, ખિલાડી ૪૨૦, હોલિડે જેવી ફિલ્મોનો સમાવેશ છે. હવે તેની સૂર્યવંશીની દર્શકો રાહ જોઇ રહ્યા છે. 


મિથુન ચક્રવર્તી

મિથુન ચક્રવર્તી તો એકશન ફિલ્મો માટે જ ાણીતો હતો. એટલું જ નહીં  તેની ચાંડાલ, ગુંડા, જલ્લાદ, અંગારા જેવી ફિલ્મોના નામ પરથી આ એકશન ફિલ્મ હશે તે સ્પષ્ટ થઇ જતું. કરાટેમાં નિપુણ મિથુ પોતાની જ સ્ટાઇલમાં ગુંડાઓની મારપીટ કરતો હતો. મિથુનની મોટા ભાગની એકશન ફિલ્મોએ સફળતા મેળવી છે.

વારદાત, સુરક્ષા,સાહસ, શપથ, જલ્લાદ, હમ સે ના ટકરાના, પ્રતિજ્ઞાાબદ્ધ, ચીતા, રોટી કી કિંમત, નંબરી આદમી, યુગાંધર, કૃષ્ણ અવતાર અને મુદતનો સમાવેશ થાય છે.


દારા સિંહ

દારા સિંહ રિયલ લાઇફમાં પહેલવાન હતો. કુસ્તીના સારા દાંવ તે જાણતો હતો. હૃષ્ટપુષ્ટ દારા સિંહ ફિલ્મસર્જકોની નજરમાં વસી હયો અન તેને રૂપેરી પડદા પર ગુંડાઓને મારવાના પાત્રો ફાળવવામાં આવ્યા. દારાસિંહ અભિનયમાં કમજોર હતો, પરંતુ એકશન દ્રશ્યોમાં તે તાળીઓના ગગડાટ મેળવતો હતો. તેની ફિલ્મોને પસંદ કરનારો એક અલગ જ વર્ગ હતો. 


અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને એકશન ફિલ્મોમાં આંધી ચલાવી હતી. તેની એકશન ફિલ્મોને ઐતિહાસિક કામયાબી મળી અને દરેક નિર્માતા ફક્ત એકશન ફિલ્મ જ તેની સાથે બનાવા લાગ્યો. દુબળા-પાતળા અમિતાભની કાયા જોઇને કોઇને પહેલા તો એવું લાગ્યું નહોતું કે, તે એકશન દ્રશ્યો ભજવીને લોકોનું મનોરંજન કરી શકશે. અમિતાભની એકશન ફિલ્મો બેહદ પસંદ પડવા લાગી આ પછી તો બોલીવૂડમાં એકશન ફિલ્મોની બોલબાલા થવા લાગી. 

ઝંઝીર, શોલે, દીવાર, ડોન, ગંગા કી સૌગંધ, શાન, મહાન, અગ્નિપથ, આખરી રાસ્તા મુખ્ય છે. 


સલમાન ખાન

સલમાન ખાને રોમેન્ટિક અને એકશન બન્ને ફિલ્મોમાં પસંદ કરવામાં આવે છે. તેનો એક પોતાનો વર્ગ છે. તેની રોમેન્ટિક તેમજ એકશન બન્ને ફિલ્મોએ રૂપેરી પડદે તરખાટ મચાવ્યો છે.

બાગી, કરણ અર્જુન, ઔજાર, ગર્વ, વોન્ટેડ, દબંગ, બોડીગાર્ડ, દબંગ ટુ, એક થા ટાઇગર, કિક, અને ટાઇગર જિંદા હૈ. 


સંજય દત્ત

સંદય દેતનું વ્યક્તિત્વ જ એકશન ફિલ્મો સાથે મેળ ખાય છે. એકશન દ્રશ્યો ભજવતી વખતે તેની આંખની ચમક જ લોકોને આકર્ષે છે. સંજયની એકશન સ્ટાઇલ તેને બીજા એકશન હીરો કરતા જુદો પાડે છે. પોતાની કારકિર્દીમાં સંજયે એકશન ફિલ્મો જ વધુ કરી છે.  


વિનોદ ખન્ના

વિનોદ ખન્નાએ વિલન બનીને લોકોને ડરાવ્યા છે,મારપીટ કરી છે ેમજ હીરો બનીને પણ યુવતીઓને ખુશ કરી દીધી છે. અમિતાભને તેણે એ સમયમાં એકશન ફિલ્મો કરીન ેજબરી ટક્કર આપી હતી. વિનોદ ખન્નાએ ગામડાનો અને શહેરી એકશન યુવકના પાત્રો ભજવીને દર્શકોને ખુશ કરી દીધા છે. તે પોલીસ ઇન્સપેકટરમાં પાત્રમાં પણ બહુ વખાણાયો હતો. 


ટાઇગર શ્રોફ

આજના યુગનો એકશન હીરો તરીકે ટાઇગર શ્રોફ મેદાન મારી જાય છે. તેની બાગી, બાગી ટુ, બાગી ૩, વોર, હીરોપંથી, અ ફ્લાઇંગ જાટ, મુન્ના માઇકલ અને રોમ્બો


ધર્મેન્દ્ર

ડેશિમ ધર્મેન્દ્ર વાસ્તવમાં ભારતનો પ્રથમ એકશન હીરો કહી શકાય. તેનો ચહેરો અને કદકાઠી પર કેટલીય હસીનાઓ ઝુરતી હતી. ફિલ્મ ફુલ ઔર પત્થરમાં શર્ટલેસ થઇને તેણે રૂપેરી પડદે હંગામા મચાવી દીધો હતો. ગરમ ધરમની એકશન પાછળ દર્શકો પાગલ હતા. તેના કુત્તે મેં તેરા ખૂન પી જાગુંગા જેવો ડાયલોગ બોલીને ગુંડાઓ પાછલ દોડતાનું દ્રશ્ય થિયેટરોને તાળીઓથી ગુંજાવી દેતું હતું.  કિંમત, જુગનુ, ચરસ, શોલે, પ્રતિજ્ઞાા, આઝાદ, શાલિમાર, કર્તવ્ય, સિતમગર, ક્રોધી, લોહા, હુકુમત, એલાન-એ-જંગ, બગાવત, બદલે કી આગનો સમાવેશ છે.


સની દેઓલ

સની દેઓલ પણએકશન ફિલ્મોમાં નીખરી ઊઠે છે. તેની ગુંડાઓની પીટાઇ કરતા દ્રશ્યોથો દર્શકોનું ભરપુર મનોરંજન થાય છે. ઘણી વખત એવું પણ બન્યું છે કે, દર્શકો સનીના એકશન દ્રશ્યો જોઇને થિયેટરની ખુરશીની સીટ પણ ફાડી નાખે છે. તે. ફિલ્મમાં તેનો લુક હંમેશા સચ્ચાઇ માટે અને શોષિતોને મદદ કરવા માટેનો હોય છે.  અર્જુન, ઘાયલ,સલતનત, ડકૈત, ટતીમ, વિશ્વાત્મા, ત્રિદદેવ, નરસિમ્હા, હિદ્દી, ગદ્દર, ઇન્ડિયન, ધ હીરો અને બિગ બ્રધર. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MOAVXw
Previous
Next Post »