
હિલ્ટન કંપનીની વારસદાર અને અબજો ડોલરમાં ખેલતી સોશ્યલાઈટ પેરિસ હિલ્ટન કાયમ માટે જીવવા માંગે છે કારણ કે મૃત્યુ પછી કશું જ ન હોય તો જીવન એકદમ કંટાળાજનક બની જાય. એણે સ્વીકાર્યું કે મૃત્યુનો એને કાયમી ભય છે કારણ કે જીવ ચાલ્યો જાય પછી શો અનુભવ થાય એની એને જાણ જ નથી.
એ પોતાના મૃતદેહને થીજાવવો, ચિરયુવાનીની ગોળી ખાવી જેવા વિકલ્પો વિશે વિચારી રહી છે. પરંતુ એને જાણ નથી કે એના મૃતદેહને થીજાવી દેવાય અને વિજ્ઞાાનિકોને વરસો પછી પ્રાણ ફૂંકવામાં સફળતા ન મળે તો શું થાય.
હિલ્ટન કાયમ એકવીસની રહેવા માગે છે. એ પોતાની જાતને ચિરયુવાન દેખાવા ભરચક પણ કુદરતી પ્રયત્નો કરે છે. એને આનંદ છે કે કોસ્મેટિક સર્જરી કર્યા વગર એ ખૂબસુરત અને સેક્સી લાગે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3feCzOl
ConversionConversion EmoticonEmoticon