
ઘણી વાર કોઇ અજાણતામાં જ મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે. ઓસ્ટ્રેલિયામાં આઠ વરસના એક બાલળનું નામ એના ફોઇએ કોરોના પાડયું હતું. અલબત્ત, આઠ વરસ પહેલા આ બાળકના માતા-પિતા કે ફોઇને લેશમાત્ર અણસાર નહિ હોય કે આઠ વરસ પછી આ નામ વૈશ્વિક સ્તરે આતંકનો ઓછાયો બની જશે. હવે ઓસ્ટ્રેલિયાના બાળક કોરોનાને ચિડવવાનો - સંભળાવવાનો એક પણ મોકો કોઇ છોડતું નથી. જેને કારણે એ નાલેશીનો અનુભવ કરે છે.
સદભાગ્યે હોલીવુડનો પીઢ અને ગ્રેટ અભિનેતા ટ્રોમ હેન્કસ એની વહારે આવ્યો છે. ટોમ હેન્ક ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરતો હતો એ દરમિયાન કોરોના સંક્રમણનો ભોગ બન્યો હતો. સાથે પત્ની રિટા વિલ્સન હતી અને એ પણ કોરોનાપોઝિટીવ હતી. જો કે દંપત્તિ સાજુ થઇને અમેરિકા પરત ફરી ગયું હતું.
ટોમ અને પત્ની ક્વોરેન્ટાઇન હતા એ દરમિયાન ઓસ્ટ્રેલિયન બાળક કોરોના અ કોરોનાગ્રસ્ત ટોમ વચ્ચે પત્રવ્યવહાર થયો હતો. ટોમે કોરોના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને એ સારવાર દરમિયાન ક્વોરેન્ટાઇન પીરિયડમાં જે કોરોનાબ્રાન્ડ ટાઇપરાઇટર વાપરતો હતો એ ગિફ્ટી આપ્યું હતું.
ટોમ હેન્ક સેટરડે નાઇટ લાઇવના હોસ્ટ તરીકે પાછો ફર્યો
સેટરડે નાઇટ લાઇવ શોના હોલીવુડમાં અનેક ચાહકો છે. શોનો હોસ્ટ ટોમ હેન્ક પણ શોને કારણે વધુ લોકપ્રિય છે. આ અભિનેતા પણ કોરોનાવાઇરસની મહામારીનો ભોગ બન્યો હતો. જેને પરિણામે શોબંધ થઇ ગયો હતો.
ટોમ હવે ક્વોરન્ટીનમાં છે પણ અધરવાઇઝ સાજો થઇ ગયો છે. ટોમ શોના હોસ્ટ તરીકે, શોને લઇને નાને પડદે પાછો ફર્યો છે. જો કે શોનો એપિસોડનું શૂટિંગ ટોમના રસોડામાં થયું હતું. ૧૧મી એપ્રિલે પ્રસારિત આ હપ્તો એવો પહેલો હતો જેનું શૂટિંગ આઠમેચ સ્ટુડિયોમાં ન થયું હોય.આ વરાઇટીશોની ૪૫ સીઝન પ્રસારિત થઇ ચૂકી છે. પણ એના તમામ એપિસોડનું શૂટિંગ હોલીવુડના દંતકથાસમા એઠએચમાં થયું હતું. ઉપરાંત આ પહેલો એપિસોડ હતો જેનું પ્રસારણ ટેકનિકલી લાઇવ નહોતું. ટોમ સેલેબ્રિટી ફેસ તો હતો જ પણ કોરોનાસર્વાઇવરને કારણે એ હવે આ મહામારી સામેના જંગનો ચહેરો બની ગયો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2B5fAqb
ConversionConversion EmoticonEmoticon