જેકમેને પોતાની સફળતાનો યશ ટીકાકારોને આપ્યો


હોલીવૂડના  દિગ્ગજ  સ્ટાર હ્યુજ   જેકમેને  કારકિર્દીની  શરૂઆતમાં  બહુ  સંઘર્ષ  કર્યો  હતો.  એના અભિનયની  ટીકા થતી.  ખાસ કરીને  વિવેચકો એની પ્રત્યેક ફિલ્મ રિલીઝ પછી  કડવી પ્રતિક્રિયા  આપતા.

જેકમેનનું  કહેવું  છે કે એના વિવેચકોએ  જે રીતે,  જે પ્રમાણમાં  એને નિશાન  બનાવ્યો હતો એને કારણે જડ એ કમ્ફર્ટ  ઝોનમાંથી  બહાર નીકલી શક્યો.  કડવા વિવેચન  એના  માટે  હકીકતમાં  કિંમતી  મિલ્કત  પૂરવાર થયા. એને  ફિલ્મ  અને રંગમંચ  ગમે  છે.  એ બંને  પ્લેટફોર્મ પર સરળતાથી  વિહરી  શકે  છે.  હવે  તો જેકમેન વૂલ્વરાઈન  અને  ગ્રેટેસ્ટ  શોમેન  જેવી સફળ  ફિલ્મોનો હીરો  બની ચૂક્યો  છે. પરંતુ  એક સમયે  સફળ બનવા માટે કયો વ્યૂહ ઘડવો  એની પણ  સૂઝ નહોતી પડતી.  જેકમેને  ચેનલને  કહ્યું કે આજે પણ  એ ભૂતકાળમાં  ડોકિયું કરે  છે તો સંઘર્ષકાળ  યાદ આવી જાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hhxTZX
Previous
Next Post »