- 2020ની સાલ હિંદી સિનેમા માટે અપશુકનિયાળ નીવડી છે. 2020ની સાલ દુનિયા ભરમાં લોકો માટે ભારી રહી છે. લોકો એક તરફ કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે તેવામાં બોલીવૂડની સેલિબ્રિટિઓના એક પછી એક નિધનના સમાચાર થોડા થોડા દિવસે આવ્યા કરે છે. હજી તો 2020ની સાલના પાંચ જ મહિના પસાર થયા છે તેવામાં બોલીવૂડ સાથે જોડાયેલા કેટલાયના અવસાન થયા છે.

સંગીતકાર વાજિદ ખાન
૪૨ વર્ષીય વાજિદ ખાનનું અવસાના ૧લી જુનના મુંબઇની ચેમ્બુર હોસ્પિટલમાં થયું. તે કિડની, ડાયાબિટીસ તેમજ અન્ય બીમારીઓથી પીડાતો હતો. તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો ત્યારે તેનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે તેનું મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવામાં આવ્યું હતું.

ઇરફાન ખાન
બોલીવૂડથી હોલીવૂડ સુધી પોતાની અભિનય ક્ષમતાથી જાણીતો થયેલા ઇરફાનનું અવસાન ૨૯ એપ્રિલના રોજ થયું હતું. તે ૨૦૧૮થી જ કેન્સરથી પીડાઇ રહ્યો હતો. તેણે મુંબઇની અંધેરીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

રિશી કપૂર
ઇરફાનના અવસાનના આઘાતમાંથી હજી લોકો બહાર આવે તે પહેલા જ ઇરફાનના નિધનના બીજા જ દિવસે રિશી કપૂરનું અવસાન થયું હતું. તે પણ લુકેમિયાથી પીડિત હતો. લગભગ એક વરસ સુધી તેણે અમેરિકામાં સારવાર લીધી હતી, પરંતુ બીમારી સામેના જંગમાં તે હારી ગયો. ૨૪ કલાકમાં બે અભિેનેતાઓના અવસાનના સમાચારથી લોકોને આઘાત લાગ્યો હતો.

યોગેશ ગૌર
૨૯મેના રોજ કર્ણપ્રિય સુમધુર ગીતો આપનાર ૭૭ વર્ષીય ગીતકાર યોગેશ ગૌરે આ દુનિયાને અલવિદા કહી દીધી. પોતાના સમયકાળના બહેતરીન દિગ્દર્શકો સાથે યોગેશે કામ કર્યું હતું.

મોહિત બધેલ
જાણીતો કોમેડિયન મોહિત બધેલનું અવસાન ૨૩મેનારોજ થયું હતું.૨૭ વર્ષીય અભિનેતા લાંબા સમયથી કેન્સર જેવી ખતરનાક બીમારી સામે લડી રહ્યો હતો. મોહિતે સલમાન ખાન, પરિણિતિ ચોપરા જેવા ટોચના કલાકારો સાથે કામ કર્યું હતું.

મનમીત ગ્રેવાલ
નવી મુંબઇના ખારઘરમાં રહેતા ટચૂકડા પડદાના કલાકાર મનમીત ગ્રેવાલે ૧૬મેના રોજ આત્મહત્યા કરી હતી. ૩૨ વર્ષીય અભિનેતા ટચૂકડા પડદે સંઘર્ષ કરી રહ્યો હતો. લોકડાઉનના કારણે તે આર્થિક ભીસમાં આવી ગયો હતો અને ફ્લેટનું ભાડુ ભરવાના પણ પૈસા નહોતા.

અભિજીત
શાહરૂખ ખાનની રેડ ચિલિઝ એન્ટરટેઇમેન્ટ કંપનીના એક મહત્વના અધિકારીનું નિધન થઇ ગયું હતું. તે આ પ્રોડકશનહાઉસ સાથે શરૂઆતથી જ જોડાયેલો હતો. જેના અવસાનના સમાચાર રેડ ચિલિઝે ટ્વીટ કરીને આપ્યા હતા.

સચિન કુમાર
સીરિયલ કહાની ઘર ઘર કીથી જાણીતો થયેલો અભિનેતા સચિન કુમારનું નિધન ૪૨ વરસની વયે જ હાર્ટએટેકથી થયું હતું. તે અક્ષય કુમારનો પિતરાઇ થતો હતો. જોકે તેણે પછીથી અભિનય છોડીને ફોટોગ્રાફીમા ંકારકિર્દી કરી હતી.

અમોસ
આમિર ખાનનો સહાયક અમોસે ૧૨મી મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તે ૬૦ વરસનો હતો. તે આમિર સાથે ૨૫ વરસથી કામ કરી રહ્યો હતો. તેનું અવસાન હૃદયરોગના હુમલાને કારણે થયું હતું.

શફીક અન્સારી
૧૦મીમેના રોજ ટચૂકડા પડદાના જાણીતા કલાકાર શફીક અન્સારીનું નિધન થઇ ગયું હતું. તે કેન્સરથી પીડીત હતો. શફીકે ક્રાઇમ પેટ્રોલમાં વિભિન્ન પાત્રો ભજવ્યા હતા. ૫૩ વર્ષીય અભિનેતાએ મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા હતા.

બાસુ ચેટર્જી
બાસુ ચેટર્જીએ સાંતાક્રુઝના પોતાના નિવાસ સ્થાને સવારમાં ઊંઘમાં જ શાંતિથી અંતિમ શ્વાસ લીધા હતા. તેો લાંબા સમયથી વયને કારણેની તકલીફો સામે લડી રહ્યા હતા.
સાઇ ગુંડેવર
પીકે અને રોક ઓન જેવી હિંદી ફિલ્મોમાં જોવા મળેલા અભિનેતા લાઇ ગુંડેવરનું ૧૦મેના રોજ અમેરિકામાં નિધન થઇ ગયું હતું. તે છેલ્લા એક વરસથી બ્રેઇન કેન્સરની સારવાર હેઠળ હતો.
અનવર સાગર
પીઢ ગીતકાર અનવર સાગરનું ૭૦ વરસની વયે મુંબઇની અંધેરીની હોસ્પિટલમાં નિધન થઇ ગયું હતું.
આ ઉપરાંત દિગ્દર્શક અનિલ સૂરીનું ૭૭ વરસની વયે કોરોનાથી નિધન થઇ ગયું હતું.
રાજકપૂરની ફિલ્મ બૂટપોલિશના કેમેરામેનનું કોલકાતામાં વૃદ્ધાવસ્થાને કારણે અવસાન થયું ......
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AX5Xdp
ConversionConversion EmoticonEmoticon