શ્રુતિ હસન કહે છે... લોકડાઉન ટફ છે...


કમલ હસન અને સારિકાની પુત્રી શ્રુતિ હસનની ઓળખ આપવાની નહીં હોય, એક વેળાની આ યુવાન અભિનેત્રી અગાઉ લંડન અને મુંબઈ વચ્ચે સતત આટાંફેરા મારતી, પણ છેલ્લા કેટલાંક સમયથી એ મુંબઈના તેના ફ્લેટમાં એકલી રહે છે, ભોજન બનાવે છે અને આરોગે છે, તેણે એક બિલાડી પણ પાળી છે, જેનું નામ છે, ક્લારા! શ્રુતિ હસનના ઈન્સ્ટાગ્રામના એક પેજ પર નજર નાંખીએ તો લૉકડાઉનના આ સમયગાળાની ડાયરી ભલભલાને આશ્ચર્યમાં ગરકાવ કરી દે એવી છે.

આ અભિનેત્રી-મ્યુઝિશિયનની ડાયરી કેમ નવાઈ પમાડે છે તેની પણ કેટલીક વિગતો ઈન્સ્ટાગ્રામનું પેજ જોતા અનુભવાય છે. રાંધવામાંથી ફૂરસદ મળતાં શ્રુતિ ક્લારા સાથે રમે પણ છે અને પિયાનો પણ વગાડે છે. આમ છતાં આ બધામાં સૌથી મહત્ત્વની વાત તો એ પોતાની કંપનીને એન્જોય કરે એ જ છે!

'મારું આવું સ્વીકારવું ઘણા લોકોને અલૌકિક લાગતું હશે, પણ હું ફાઈન છું અને લૉકડાઉનની શરૂઆતથી હું અહીં રહું છું અને અત્યાર સુધી હું અહીં જ છું.' એમ કહી શ્રુતિ ઉમેરે છે, 'હું એકલી હોવા છતાં બરાબર છું. આ પહેલાં હું આટલી બહાદુર નહોતી. હું જ્યારે યુવાન હતી ત્યારે મને લોકોને મળવાનું ગમતું પણ છેલ્લાં બે મહિનાથી તો હું અહીં એકલી જ રહું છું. એક વેળા વિચારતી કે એક દિવસ આવી ગયો. છેવટે હું મારી પોતાની કંપનીમાં રહેવા તૈયાર થઈ ગઈ.'

'આપણાં આવા સંજોગો પર કોઈ અંકુશ જાળવી નહીં શકે, એવી સેન્સને કારણે મારું આજનું જીવન સરળ છે. 'હું આ કરી શકીશ કે નહીં અને આ તો સંપૂર્ણપણે આઉટ ઓફ કન્ટ્રોલ છે,' એવું કશું જ નથી. સંજોગો સામે લડવું અને સમયના બિનઉત્પાદનકીય કન્ટ્રોલની કેટલીક બનાવટી સેન્સને ફરી પ્રાપ્ત કરવી એ મારંી કામ રહી ગયું છે,' એમ શ્રુતિ કહે છે.

આમ છતાં મિત્રો અને પરિવારજનોથી દૂર રહેવું એ ઘણું મુશ્કેલ હશે નહીં? - એવા પ્રશ્નનાં ઉત્તરમાં શ્રુતિ કહે છે, 'મારા સમગ્રતયા જીવનમાં હું લોકો સાથે ઘણી ટચમાં હતી. હું મારા પરિવારજનો અને મિત્રોને મિસ કરી રહી છું, પણ હું બહુ ફિઝિકલ પર્સન નથી. આજેય મને કોઈનો વહાલ કે પ્રેમ નથી મળતો તોય હું ફાઈન છું.

રિલેશનશિપમાં ઉમેરો કરવાને બદલે ઘરમાં બેસીને સંગીતકાર દર્શકો સાથે સર્જનાત્મક સેતું બનીને ટકી રહી શકે છે. શ્રુતિ તેના પિતા કમલ હસને બનાવેલા મહામારી પરના સેન્થેમ 'અરિવુમ અન્બુમ' માં અને એ.આર.રહેમાનના 'હમ હાર નહીં માનેંગે' માં છે. 'હું અનુભવું છું કે હું પ્રત્યક્ષ હરતી ધરાવનારી છું અને શક્ય હોય ત્યાં સુધી ટિકિટના નાણાં ચૂકવીને હવે હું ઘરમાં બેસીને કોન્સેર્ટ જોવા પસંદ કરું છું. મ્યુઝિક ઉપરાંત કુકિંગ અને ડોક્યુમેન્ટરીમાં મારા જીવનનો રોજિંદો હિસ્સો વપરાય છે. 'કુકિંગ મારા જીવનમાં જન્મથી જ જરૂરી નહોતું. 'હું અમેરિકામાં રહેતી હતી અને મને મારા માટે સાંભારા બનાવતા પણ નહોતું આવડતું. આ પછી હું અહીં પાછી ફરી મેં રાંધણકળા શીખી અને આ લૉકડાઉને મને હું જે ઈચ્છું એ રાંધવાની મને તક પૂરી પાડી, એમ શ્રુતિ ઉમેરે છે.

આ સમય દરેક માટે દયા દાખવવાનો છે. શ્રુતિ ઉમેરે છે, 'મને મિમ્સ મળે છે અને તેને હું વંશવાદ ભણી ફોરવર્ડ કરું છું. વંશવાદ ખોટો છે અને હું તેમાંથી બહાર આવવાનું કહું છું.

 કોવિડ-૧૯ થવો એ કોઈ પ્રકારનું અનિષ્ઠ નથી. કોઈ પણ તેની ઝપેટમાં આવી શકે છે અને લાંછન ઘણું મોટું છે. હું લંડનથી અહીં આવી હતી, ત્યારે મેં તેને અનુભવ્યું છે. જોકે હું એકલી છું એનો મને વાંધો નથી, પણ લૉકડાઉન ખરેખર મુશ્કેલ છે,' એમ કહી શ્રુતિ વાત પૂરી કરે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30vx2Pz
Previous
Next Post »