સંજય દત્ત : એક્ટર તરીકે હું એક ભાષા પુરતી મર્યાદિત રહેવામાં માનતો નથી


મેં હિન્દી સિનેમાને દિલ ફાડીને પ્રેમ કર્યો છે પણ હું એક જ ભાષાની ફિલ્મોમાં આ માટે બંધાઈ રહુ? આપણી પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં કથાવસ્તુ કેટલી સુંદર અને બળકટ હોય છે. મને બીજી ભાષાની ફિલ્મ કરવાનો બહુ આનંદ છે. એ થોડું મુશ્કેલ છે પણ મને એ ટફ પ્રોસેસમાંથી પસાર થવાની મજા પડે છે.

વાર્તાના વિષય વૈવિધ્ય અને અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગની વાત કરીએ તો દક્ષિણ ભારતની ફિલ્મો બોલીવુડ કરતા આગળ છે. બાહુબલી જેવી ફિલ્મો આ બાબત પુરવાર કરી ચુકી છે. 

વળી, દક્ષિણની તેલુગુ કે તમિળ ફિલ્મો બિઝનેસની બાબતમાં પણ હિન્દી ફિલ્મોથી પાછળ નથી. એટલે મુંબઈના એક્ટરો સાઉથની ફિલ્મો સાઈન કરતા જરાય ખચકાતા નથી. ઐશ્વર્યા રાયથી મંડીને અક્ષયકુમાર જેવા મુંબઈનાં ટોપના એક્ટરો સાઉથની બિગ બજેટ ફિલ્મો કરી ચુક્યા છે. હવે એમાં સંજય દત્તનો ઉમેરો થશે.

હકીકતમાં દેશવ્યાપી લૉકડાઉન અમલમાં આવ્યો એ પહેલા જ સંજુબાબાએ કન્નડ ફિલ્મ 'કેજીએફ ચેપ્ટર-ટુ' સાઈન કરી લીધી હતી. આ ફિલ્મમાં દત્ત એન્ટાગોનિસ્ટ (નાયકના વિરોધી) નો રોલ કરવાનો છે. 

સાઠીમાં પ્રવેશ્યા પછી પણ એનો ઉત્સાહ જેમનો તેમ છે. એ કેજીએફ સિકવલની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યો હતો. ત્યાં કોરોનાએ બાજી બગાડી નાખી. અત્રે યાદ અપાવવું ધરે છે. યશને લીડ રોલમાં ચમકાવતી કેજીએફ ચેપ્ટર-૧ એ ધુમ બિઝનેસ કર્યો હતો.

દેશના તમામ ભાગોના દર્શકોએ - ફિલ્મને ઉમળકાભેર આવકારી હતી. એટલે એની સિકવલનો સૌને આતુરતાથી ઈન્તઝાર હોય એ સ્વાભાવિક છે. પરંતુ સંજય દત્ત સિકવલમાં નવો રુપે એન્ટ્રી લેવાનો છે. એટલે શૂટિંગ દરમ્યાન એના પર એકસ્ટ્રા પ્રેશર નહિં રહે? આ મુદ્દાની પોતાના પર કોઈ અસર ન થઈ હોય   એમ દત્ત સસ્મિલ જવાબ આપે છે. 'સર, સાચું કહો તો મારા પર દર્શકોેનું કોઈ પ્રકારનું પ્રેશર નથી હોતું. એક ક્રિયેટીવ આર્ટિસ્ટ તરીકે, હું હંમેશા મારું શ્રેષ્ઠ યોગદાન આપવા પોતાના પર જ પ્રેશર લાવું છું. એવું કરીને હું એક એક્ટર તરીકે વિકસતો રહું છું. એટલે જ મને દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરતા બહુ આનંદ થઈ રહ્યો છે.'

અજય દેવગન, આલિયા ભટ્ટ, કંગના રનૌત અને શ્રદ્ધા કપૂર જેવા બોલીવુડના કલાકારો જુદી જુદી ભાષાની ફિલ્મો કરી પોતાની કલાના સિમાડા વિસ્તારવા ધારે છે.

એમને જોઈને જ સંજુબાબા કન્નડ ફિલ્મ કરવા પ્રેરાયો છે કે શું? દત્ત પાસે જવાબ હાજર છે, 'દુનિયાના કોઈ આર્ટિસને ભાષાની સીમાડા નડતા નથી. દુનિયામાં શીખવા જેવું કેટલું બધુ છે, તમે જેટલું શીખો એટલું ઓછું છે.

મેં હિન્દી સિનેમાને દિલ ફાડીને પ્રેમ કર્યો છે પણ હું એક જ ભાષાની ફિલ્મોમાં આ માટે બંધાઈ રહુ? આપણી પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં કથાવસ્તુ કેટલી સુંદર અને બળકટ હોય છે. મને બીજી ભાષાની ફિલ્મ કરવાનો બહુ આનંદ છે. કબુલ કે એ થોડું મુશ્કેલ છે પણ મને એ ટફ પ્રોસેસમાંથી પસાર થવાની મજા પડે છે. 

ભાષાના પડકારને કારણે જ આ પ્રોજેક્ટ મારા માટે વધુ ઐક સાઈટિંગ બન્યો છે. ફિલ્મના સેટ પર મને લાગ્યું કે જાણે હું કશુંક નવું શીખવાનો પ્રયાસ કરતો એક બાળક છું' એમ કહી દત્ત વાતચીતને પૂર્ણવિરામ આપે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37nT2xh
Previous
Next Post »