ઓટીટી વર્સીસ સિનેમાઘરો પ્રોડયુસરો અને એક્ઝિબિટરો વચ્ચે છેડાઈ નવી જંગ


એક્ઝિબિટરોની જેમ પ્રોડયુસરો પર રોજેરોજ કરોડો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે. અધુરામાં પુરૂં, ઈન્સ્યોરંસ કંપનીઓ એ ખોટની ભરપાઈ કરવા તૈયાર નથી. 'ફિલ્મોના નિર્માણ પર લેવાયેલા નાણાં પર વ્યાજ વધતું જાય છે. સિનેમાઘરો ફરી ક્યારે ખુલશે એ કોઈ કહી શકે એમ નથી ત્યારે નિર્માતાઓ પર વ્યાજનો બોજ વધતો જાય છે. 

૧૫ મેએ અમિતાભ બચ્ચન-આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ગુલાબો સિતાબો' ડિજીટલ પ્લેટફોર્મ (ઓટીટી) પર રિલીઝ કરવાની જાહેરાત થઈ ત્યારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે.

હજુ હમણાં સુધી એક સિક્કાની બે બાજુ ગણાતા ફિલ્મ પ્રોડયુસરો અને એક્ઝિબિટરો (સિનેમા માલિકો) વચ્ચે સંઘર્ષના મંડાણ થયા છે. સૌપ્રથમ મલ્ટીપ્લેક્સ ચેઈન આયનોક્સએ ગુલાબો સિતાબોની ઓટીટી રિલીઝ સામે નારાજગી દર્શાવતા કહ્યું હતું કે હવે અમારે આવા મારા પરમ મિત્ર સાથે ડિલ કરતી વખતે દંડાત્મક પગલાં લેવા સહિતના નવા વિકલ્પો વિચારવા પડશે. હવે અમને ફિલ્મોનાં તમામ સાઈટ્સ (હક્કો) પોતાની પાસે રાખવાની ફરજ પડશે.

આ નિર્ણય ચોંકાવનારો અને ચિંતા ઉપજાવનાનો છે. આ નોંધવું ઘટે કે થિયેટરો ક્યારે ખુલશે એ નક્કી ન હોવાથી શુજિત સરકાર દિગ્દર્શિત ગુલાબો શિતાબો ઓનલાઈન રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું. એના બીજા જ દિવસે વિદ્યા બાલન સ્ટારર 'શકુંતલા દેવી' અને દક્ષિણની બીજી પાંચ ફિલ્મોની ડિજીટલ રિલીઝની ઘોષણા થઈ. એને લીધે બોલીવુડમાં ગરમારો વધી ગયો હતો.

આપણા સૌના જીવનમાં કોરોના લોકડાઉનને કારણે ઊભી થયેલી અભૂતપૂર્વ આર્થિક કટોકટીમાં આપણે સૌએ સંગઠિત રહેવાની જરૂર છે. એમ જણમાવવાની સાથે સાથે પ્રોડયુસર્સ મિલ્ડ ઓફ-ઈન્ડિયાએ મલ્ટીપ્લેક્સ ચેઈન આયનોક્સના 'અણછાજતા' નિવેદનને વીતોડી કાઢ્યું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ અત્યારે રચનાત્મક સંવાદનો માર્ગ અપનાવવાની જરૂર છે ત્યારે તમે (આપનોકરો) દંડાત્મક પગલાંની વાત કરીને સકારાત્મક વાતચીત યોજવાના માર્ગમાં આડ ખીલી ઊભી કરી છે.

એક્ઝિબિટરોની જેમ પ્રોડયુસરો પર રોજેરોજ કરોડો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે. અધુરામાં પુરૂં, ઈન્સ્યોરંસ કંપનીઓ એ ખોટની ભરપાઈ કરવા તૈયાર નથી. 'ફિલ્મોના નિર્માણ પર લેવાયેલા નાણાં પર વ્યાજ વધતું જાય છે. સિનેમાઘરો ફરી ક્યારે ખુલશે એ કોઈ કહી શકે એમ નથી ત્યારે નિર્માતાઓ પર વ્યાજનો બોજ વધતો જાય છે. આ બધા ટેન્શન વચ્ચે આપણાં મનમાં એવી પણ આશંકા છે કે લોકડાઉન પછી સિનેમાઘરોને કદાચ સૌથી છેલ્લે ખોલવાની પરવાની મળે એમ પ્રોડયુસર્સ ગિલ્ડે શુક્રવારે બહાર પાડેલા લાંબા નિવેદનમાં જણાવ્યું હતું.

જ્યારે પણ સિનેમાઘરો ખોલવાની પરમિશન અપાશે ત્યારે આખા દેશમાં અને વિદેશમાં ફિલ્મો એક જ દિવસે નહિં પણ વારાફરતી રિલીઝ કરાશે. એને કારણ ફિલ્મના બિઝનેસ પર અસર થશે ગિલ્ડે વધુમાં એવી પણ દલીલ કરી હતી કે લોકડાઉનને લીધે રિલીઝ માટે તૈયાર ફિલ્મોનો મોટો બેકલોગ સર્જાશે અને એને લીધે મધ્યમ તથા નાની ફિલ્મો એ ઘણું સહન કરવાનું આવશે.

વિશાળ ફલક પર બનેલી ફિલ્મો લોકો થિયેટરોમાં જોવાનું જ પસંદ કરે છે એમાં કોઈ શંકા ન હોઈ શકે એમ ગિલ્ડે વાતના નિષ્કર્શરૂપે કહ્યું હતું. એની સાથે સંમત થતા પીવીઆર પિકચર્સના સીઈઓ કમલ જ્ઞાાનચંદાનીએ જણાવ્યું હતું કે અમે પણ માનીએ છીએ કે માત્ર ભારતના જ નહિં દુનિયાભરના દર્શકો ફિલ્મમેકરોના શ્રમ અને એમની સર્જનાત્મકતાને દાદ આપવા ફિલ્મો મોટા સ્ક્રીન પર જ જોવાનું પસંદ કરે છે. એટલે મને વિશ્વાસ છે કે કોરોનાની કટોકટી પૂરી થઈ ગયા બાદ દિવસોથી ઘરમાં પુરાયેલા દર્શકો જ થિયેટરો ખોલવાની માગણી કરશે.

અમે કેટલાક પ્રોડયુસરોના વલણથી હતાશ થયા છીએ. થિયેટરો ફરીથી ચાલુ થાય ત્યાં સુધી રાહ જોવાની અમારી વિનંતી માનવાને બદલે, એમણે ડિજીટલ પ્લેટફોર્મ પર પોતાની ફિલ્મ રિલીઝ કરવાનું પસંદ કર્યું છે એમ જ્ઞાાનચંદાનીએ વધુમાં જણાવ્યું હતું.

'ખાલી પીલી' અને 'મુંજન સકસેના' જેવી આગામી ફિલ્મોના નિર્માતા ઝી સ્ટુડિયોના સીઈઓ શારિક પટેલે ડિબેટમાં ઝંપલાવતા કહ્યું હતું કે સિનેમા હૉલ્સ છેલ્લા લગભગ  બે મહિનાથી બંધ છે અને એ ભારતભરમાં અને વિદેશોમાં ફરી ક્યારે ખુલશે એ કોઈ જાણતું નથી. આ સંજોગોમાં દરેક ફિલ્મ નિર્માતાને પોતાની તૈયાર પ્રોડક્ટને શેકેલા નાણાં પાછા મેળવવા બજારમાં મુકવાનો હક છે. એ દ્રષ્ટિએ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું પગલું કિન્નાખોરભર્યું નહિં પણ વિવેકપૂર્વકનું ગણાય. બીજુ, જ્યારે પણ સિનેમાઘરો ખુલશે ત્યારે દર્શકો ફિલ્મો સેવા એની બહાર લાઈન લગાવવાના જ છે.

રિલાયંસ એન્ટરટેઈનમેંટના સીઈઓ શિબાશિષ સરકારના જણાવવા મુજબ એમની કંપનીની 'સૂર્યવંશી', ''૮૩', 'ધ ગર્લ ઓન ધ ટ્રેન' અને અનુરાગ કશ્યપની હવે પછીની ફિલ્મોના પ્રસારણ હકો મેળવવા ડિજીટલ પ્લેટફોર્મએ એમનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ અમારા દિગ્દર્શકો અને અમારી ક્રિયેટીવ ટીમ થિયેરીકલ રિલીઝ બાબતમાં એકદમ ચોક્કસ છે. એટલે અમે ૩ થી ૬ મહિના ધીરજ રાખવાનું પસંદ કર્યું છે એમ જણાવતા સરકાર એવો મત દર્શાવે છે કે આ વિવાદમાં બંને પક્ષો સાચા છે.

દરેક નિર્માતા ઈચ્છે છે કે મારી ફિલ્મ મારા સ્ક્રીન પર રિલીઝ થાય પરંતુ હાલના સંજોગોમાં  મોટાભાગના પ્રોડયુસરો ફાયનાન્સ ટ્રેસમાંથી પસાર થઈ રહ્યાં છે. સામી બાજુએ, સિનેમામાલિકો પણ  ગળાડૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. એટલે દેખીતું છે કે તેઓ ફિલ્મોની ડિજીટલ રિલીઝથી નારાજ થાય છતાં બંને પ્રોડયુસરો અને એક્ઝિબિટરો વચ્ચે કોઈ કડવાશ ઊભી ન થવી જોઈએ એટલા માટે કે ઓટીટી અને સિનેમાઘરો બંને લાંબા ગાળે સાથે જ રહેવાના છે. બંનેનું અસ્તિત્વ જળવાઈ રહેવાનું છે.કેટલાક ફિલ્મ સમીક્ષકો માને છે કે ડિજીટલ મિડીયમ સિનેમાઘરનો મજબુત વિકલ્પ બને એમાં કોઈને વાંધો ન હોવો જોઈએ. એટલા માટે કે આ નવા મિડીયમ દ્વારા સિનેમાપ્રેમીઓને ઘણી બધી નવી ફિલ્મો માણવા મળશે.

 એને લીધે નવી વાર્તાઓ લખાશે અને ઘણી નવી ટેલેન્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BZ0WBw
Previous
Next Post »