કિરણકુમાર કહે છે : કોરોનાને લડત આપવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી, બાયકોટિંગ નહીં


અભિનેતા કિરણકુમાર ખરેખર અત્યંત આશાવાદી છે અને તેથી જ તો તે 'મિ. ઓપ્ટિમિસ્ટદ તરીકે તેના સહકલાકારોમાં જાણીતો છે. કિરણકુમારે તેને મળેલું આ બિરુદ સાચું પણ કરી બતાવ્યું છે-ફરી આ વખતે પણ-એટલે કિરણકુમાર કોવિડ-૧૯ના પોઝિટિવ દરદી તરીકે જાહેર થયા બાદ પણ તેમણે તેમના જીવનની વાસ્તવિકતાને છોડી નથી અને ડર્યા વિના બહાદુરીથી મુકાબલો કરી સ્વસ્થ મનથી કોરોનાને અપનાવી લીધો છે.

કોરોનાની જાણકારીથી તેમને ઝાળ નથી લાગી, પણ યોગ્ય - આવશ્યક પગલાં ભરી તેમણે તેમાંથી બહાર નીકળવાની તૈયારી કરી લીધી છે. કિરણકુમાર સ્પષ્ટ શબ્દોમાં આત્મવિર્શ્વાસથી કહે છે કે 'મિ. કોરોના મારા શરીરમાંથી, મારા ઘરમાંથી અને મારા મગજમાંથી નીકળી ચૂક્યો છેદ ચાલો વાત કરીએ કિરણકુમાર સાથે કોરોનાની

- કોવિદ-૧૯ના તમે પોઝિટિવ દરદી છો, એવું સાંભળ્યા પછી તમારા રિએક્શન કેવા હતા?

- કિરણકુમાર- હું રૂટિન ચેક-અપ માટે ગયો હતો અને મને જણાવાયું કે કોવિદ-૧૯ની ટેસ્ટ પણ કરાવી લો. જ્યારે તેમણે મને જણાવ્યું કે તમે કોરોનાના પોઝિટિવ દરદી છો, ત્યારે મને આર્શ્ચર્ય થયું કે મને કોરોનાનાં કોઈ ચિહ્?નો જ હતાં નહીં, પણ આ પછી મેં વિચાર્યું કે આ પણ જીવનનો એક હિસ્સો જ છે. હું એક એવી વ્યક્તિ છું કે સંભાવ્ય કોઈ ઘટનાના આગમન માટે તૈયાર રહું છું. આનાથી કોઈ રીતે વધુ ગભરાવાની કે એક્સાઈટ થવાની જરૂર નથી. મને પણ આ થયું એ વિચારીને હચમચી જવાની જરૂર નથી. મેં બધાને પળનો એક હિસ્સો માની લીધો છે.

- પણ તમને એ વાતનું આર્શ્ચર્ય ન થયું કે તમે કોઈના સંપર્કમાં આવ્યા નહોતા છતાં પણ આવું બન્યું?

- કિરણકુમાર- મેં આ અંગે કોઈ અટકળો બાંધી નહોતી કેમકે તેનો કોઈ અર્થ નહોતો અને કોઈના પર આળ નાખવામાં પણ માનતો નથી. મેં મારી સફળતાની ક્રેડિટ પણ કોઈને આપી નથી એવી જ રીતે નિષ્ફળતા માટે પણ કોઈનાય પર દોષ નથી ઢોળ્યો. મેં આ અંગે કદાચ વિચાર સુદ્ધાં કર્યો નથી. તમારે કાયમ હકારાત્મક રહેવું જોઈએ.

-  હવે તમે આ અંગે વિચાર્યું છે તો લોકોને કેવી સલાહ આપશો?

- કિરણકુમાર- કોરોના વાઈરસ આપણી સાથે જ રહેવાનો છે. આજ ઈલાજ નહીં હૈ તો ઉસ કી દહેશત બહુત હૈ અને લોકો પણ ઘણા ગભરાયેલા-ડરેલા છે. ઘભરાને કી જરૂરત નહીં હૈ. સાવચેત રહો અને એ વાતની ચોક્સાઈ રાખો કે તમે અન્યોમાં આ વાઈરસ ટ્રાન્સફર નથી કરતા. હું ૧૪ દિવસ સેલ્ફ-આઈસોલેશનમાં રહ્યો અને એ પણ નેગેટિવ ટેસ્ટિંગ થયા પછી પણ. હું ઘણી સંભાળ રાખનારી વ્યક્તિ છું. તમે પણ સાધારણ ચિહ્?નો દેખાતાં હાસ્પિટલમાં દોડી નહીં જતા. કેમકે ત્યાં પણ બેડની અછત છે. આ ઉપરાંત વેન્ટિલેટર અને હેલ્થકેર વર્કરો પણ ઓછા છે. આથી કોઈનું છિનવવા દોડી નહીં જતા. આજે આપણે એ વિચારવાનું છે કે આપણા દેશ માટે અને વધુ દયાળુ કોણ છે.

- આમ છતાં કોરોનાવાઈરસના ચેપગ્રસ્તો સાથે પાડોશના લોકો જ ભારે દુર્વ્યવહાર કરતા હોય છે?

- કિરણકુમાર-કોરોનાવાઈરસને બિટ કરવા સોશિયલ ડિસ્ટન્સિંગ આવશ્યક છે, પણ સોશિયલ બોયકોટિંગ નહીં. કોઈ કોરોનાવાઈરસ પોઝિટિવ નીકળે તો એ કંઈ ગુનો નથી. હા, કોરોના કો છુપાના જુર્મ હૈ અને આવશ્યક સેવાઓ પૂરી પાડવા જતાં લોકો સાથે તેમના માર્ગમાં આડા આવી તેમની સાથે ખરાબ વર્તણૂક કરવી એ તદ્દન ખોટું છે. જો પાડોશી ચેપગ્રસ્ત હોય અને સેલ્ફ આઈસોલેશનમાં હોય તો તેના પડખે ઊભા રહેવું જોઈએ. જે સિનિયર સિટીઝન એકલા રહે છે તેઓ સેલ્ફ-આઈસોલેટ જ રહે છે ને-તેમની સ્થિતિ કેવી હશે અને તેઓ કેવી રીતે મેનેજ કરતા હશે?

જો તમને ઘરમાં સારું જમવાનું આપવામાં આવે અને એક ઘરમાં બારણા પાછળ પૂરવામાં આવે તો કેવું અનુભવાય?

ભવિષ્યમાં પણ આવું જ કંઈક બને તો વિચારો કે કયું વધુ સારું છે? આજે જે વ્યક્તિ કોઈના પડખે ઊભી રહેશે તો તે જરૂર તેને પ્રેમ કરશે જ. આપણે કોરોનાવાઈરસને લડત આપવાની હકારાત્મકતા અને કરુણા-દયા દાખવીને.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YOUiW7
Previous
Next Post »