
'બે હદ-૨' માં વિલનની ભૂમિકા મળતાં અંકિત સિવાચ બહુ ખુશ છે. જોકે તે માને છે કે આ ભૂમિકાને નેગેટિવ છે. તે કહે છે કે કે અગાઉ ક્યારેય મેં આવો રોલ નથી ભજવ્યો. ભલે મને જામી ગયેલી સિરિયલમાં અધવચ્ચેથી લેવામાં આવ્યો છે. પરંતુ મારી એન્ટ્રી પછી ધારાવાહિકોને નવો વળાંક મળ્યો છે.
અગાઉ અંકિતે 'રિશ્તાં કે ચક્રવ્યૂહ' (૨૦૧૭) અને મનમોહિનીમાં કામ કર્યુ ંહતું. વાસ્તવમાં ક 'રિશ્તોં કે ચક્રવ્યૂહ' તેની સૌપ્રથમ ધારાવાહિક હતી. આમ આ કલાકારને અભિનય ક્ષેત્રે આવ્યે ઝાઝાં વર્ષ નથી થયાં. આમ છતાં દર્શકોમાં ક તે પ્રિય થઈ પડયો છે.
મૂળ મેરઠના અંકિતને નાનપણથી ટી.વી. જોવાનો ભારે ચસકો હતો. તે તેની મમ્મી સાથે બેસીને સિરિયલો જોયા કરતો. જો કે તે વખતે તેણે અભિનેતા બનવાનો વિચાર નહોતો કર્યો. દિલ્હી યુનિવર્સિટીમાંથી કળા પ્રવાહમાં સ્નાતક થયા પછી અંકિતે એચઆરમાં સ્પેશ્યલાઈઝેશન સાથે એમબીએ કર્યું. અનુસ્નાતક થતાં જ તેણે મુંબઈ આવીને નોકરી કરવા માંડી. પાંચ વર્ષ સુધી જોબ કર્યા પછી તેને 'રિશ્તોં કે ચક્રવ્યૂહ' માં મુખ્ય ભૂમિકા મળી. ત્યારબાદ તેણે સુપરનેચરલ શો 'મનમોહિની' માં કામ કર્યું. કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં જ આવા શોમાં કામ કરવા વિશે અભિનેતા કહે છે કે આ પ્રકારની ધારાવાહિકો જોનારો વેગળો જ વર્ગ છે અને તે પણ ખાસ્સો મોટો છે. વળી તે શરૂઆતથી જ કોઈ ચોક્કસ છબિમાં બંધાઈ જવા નહોતો માગતો. તેને જુદા જુદા પ્રકારના રોલ કરવા હતા. તેથી તેણે બે વખત વિચાર્યા વિના જ આ શોેમાં કામ કરવાની હા પાડી દીધી હતી.
ટચૂકડા પડદાના ઘણાં કલાકારો એમ કહેતા હોય છે કે તેઓ અકસ્માત અભિનય ક્ષેત્રે આવી ગયા છે. તેમણે ક્યારેય અભિનયમાં કારકિર્દી બનાવવાનો વિચાર નહોતો કર્યો. પરંતુ અંકિત કહે છે કે મારા મનના ખૂણે હંમેશાથી અભિનેતા બનવાની આકાંક્ષા હતી. મારી અંદર એક્ટિગનો કીડો સળવળ્યો કરતો. હું મારી મમ્મી સાથે બેસીને ટી.વી. સિરિયલો જોતો રહેતો. ભલે તેમાં મને કંઈ સમજાય કે ન સમજાય. મારો કોલેજકાળ બહુ સરસ હતો. તે વખતે પણ મારા મનમાં અભિનય ક્ષેત્રે આવવાની આકાંક્ષા અકબંધ હતી. તેથી જ માત્ર ૨૧ વર્ષની વયે હું મુંબઈ આવી ગયો.
જો કે અંકિત કોલેજમાં હતો ત્યારે તેનો ફિલ્મો અને ટી.વી. પ્રત્યેનો ઝોક તેના પિતાને પસંદ નહોતો. આ કારણે તે હમેશાં અવઢવમાં પણ રહેતો. પરંતુ જ્યારે તેણે પછીથી અભિનેતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે કોઈ વાંધો નહોતો લીધો. અભિનેતા કહે છે કે હવે મારા માતાપિતાને મારા માટે ગર્વ છે.
મઝાની વાત એ છે કે 'બેહદ-૨' અંકિતની ત્રીજી ધારાવાહિક છે. પરંતુ તેણે ભૂમિકાઓ ચાર પ્રકારની ભજવી છે. કહેવાનો અર્થ એ છેકે અભિનેતાએ 'મનમોહિની' માં 'રામ સિસોદિયા' અને 'રાણા પ્રતાપ સિંહ' એમ બે પાત્રો ભજવ્યા હતા. અંકિતને 'બેહદ-૨' નો પોતાનો 'વિક્રમ જયસિંહ'નો રોલ પણ બહુ પ્રિય છે. તે કહે છે કે મને આ સિરિયલમાં નકારાત્મક ભૂમિકા ભજવવાની તક મળી છે. પ્રતિક શાહ સાથે આ મારો ત્રીજો શો છે. વળી જેનિફર વિંગેટ જેવી અદાકારા સાથે કામ કરવાની કોણ ના પાડે?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zoh5iP
ConversionConversion EmoticonEmoticon