
અંબજ હર્ડ અને જ્હોની ડેપ એક સમયે હોલીવુડના મોસ્ટ સોટ આફ્ટર સેલિબ્રિટી કપલ હતા. પણ અચાનક આ જોડીને વક્રટ્ટાઓની નજર લાગી ગઇ અને બંને છુટ્ટા પડી ગયા. હવે બંને ડિવોર્સ અને મિલ્કતની વહેંચણીની કાનૂની જંજાળમ અટવાયા છે.
આ માઠાં સમયે અમ્બર હર્ડએ એની માતાનો સાથ ખોયો છે અને એ બિલકુલ ભાંગી પડી છે. અમ્બર હર્ડએ સોશ્યલ મિડીયા મારફતે આ દુઃખદ સમાચાર ચાહકોને જણાવ્યા હતા એણે કહ્યું કે ભૂતપૂર્વ પતિ જ્હોની ડેપ સાથે છુટાછેડાની કાનૂની માથાકૂટ ચાલુ છે ત્યાં એ મમ્મીના 'લોસદથી ભાંગી પડી છે. અને મમ્મીના ઉછેરની સ્નેહની યાદો સતાવે છે.
અમ્બરની માતાના મૃત્યુનું કારણ જાણવા નથી મળ્યું. માત્ર એટલી ખબર છે કે અવસાન અકુદરતી નથી. અમ્બરે કહ્યું કે માત્ર એ નહિ પણ એની બહેન માટે પણ આ કપરો સમય છે અને સ્વજનો હિતેચ્છુઓ અને સ્વયં જ્હોની ડેપ એને સાંત્વના આપવા આગળ આવ્યા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MSbV1C
ConversionConversion EmoticonEmoticon