આર.બાલ્કીઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સાબુત રાખવા દરેકે યોગદાન આપવું પડશે


કેટલાક લોકો એવી આગાહી પણ કરે છે કે હવે બિગ બજેટ ફિલ્મો નહિં બને અને મોટા સ્ટારોએ પણ પોતાની મસમોટી ફીમાં સ્વેચ્છાએ કાપ મુકવો પડશે. અન્યથા નાણાંની તંજ્ઞાી વચ્ચે ઈન્ડસ્ટ્રીએ ટકવું ભારે પડી જશે. 

દ ર્શકોને ચીનીકમ, પા અને પેડમેન જેવી ઑફફ બિટ ફિલ્મો આપનાર આર.બાલ્કીએ તાજેતરમાં એક નવું સોપાન સર કર્યું છે. તેઓ લૉકડાઉનમાંશૂટિંગ કરનાર બોલીવુડના પહેલા ફિલ્મમેકર બન્યા છે. ગયા અઠવાડિયે બાલ્કીએ અક્ષયકુમાર અને લગભગ ૨૦ ટેકની શ્યનો સાથે મુંબઈના અને કમલિસ્તાન સ્ટુડિયોમાં એક પબ્લિક સર્વિસ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.

ફિલ્મમાં લોકોને એકદમ સરળ રીતે એવો મેસેજ અપાયો છે કે લૉકડાઉન ઉઠાવી લવાયા બાદ આપણે બધા કામધંધે ચડીએ ત્યારે કોરોનાથી બચવા બેસિક નિયમો પાળવા કેટલા જરૂરી છે. મહામારીના સંકટ પછી જીવન ફરી ધબકતું થવું જોઈએ પણ સુરક્ષાના પુરતા ઉપાયો કરવાય જરૂરી છે.

આવા મુશ્કેલ સમયમાં કોરોનાનું ઈન્ફેક્શન લાગવાનું જોખમ લઈને શૂટીંગ કરવું સહેલું નથી. અસાધારણ સંજોગોમાં પોતાનું નોર્મલ કામ કરવાનો અનુભવ કેવો રહ્યો  એ આર.બાલ્કીના શબ્દોમાં જ જાણીએ અને સમજીએ ઃ

''લૉકડાઉનમાં ઘરે રહીને હું એટલો કંટાળ્યો હતો કે શૂટિંગનું નક્કી થતાં હું મનોમન ખૂબ રાજી થયો હતો. વળી, એ વાતનો પણ આનંદ હતો કે ફિલ્મ દ્વારા જનતાને એના હિતમાં એક મેસેજ આપવાનો હતો. મને ફિલ્મની ઓફર આવી ત્યારે હું એટલો રઘવાયો થઈ ગયો હતો કે કોઈ મને દીવાલનું શૂટિંગ કરવાનું કહેત તો પણ હું કરત. મારે તો બસ બહાર નીકળવું હતું.

મહામારીના સમયમાં આ રીતે શૂટિંગ કરવામાં રિસ્ક હતું અને અક્ષયકુમાર અને પ્રોડયુસર સહિત યુનિટનો દરેક સભ્ય રિસ્ક ઉઠાવવા તૈયાર હતા. એટલે શૂટિંગ વખતે ટીમવર્કની ભાવના આવી ગઈ હતી, જેને લીધે અમારું કામ આસાન બની ગયું. પહેલીવાર મેં આટલા ઓછા ક્રુ સાથે શૂટિંગ કર્યું હશે. ખરું પૂછો તો દુનિયા આખીમાં આપણાં કરતા ઘણા ઓછા ક્રુ સાથે શૂટિંગ થતું હોય છે.

મને ઈન્ડસ્ટ્રીના ઘણાં મિત્રો કહે છે કે લૉકડાઉન ઉઠાવી લેવાયા બાદ આર્થિક ફટકાને લીધે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રોજેક્ટ્સ ઘટતા કામ ઓછું થઈ જશે અને ઈન્ડસ્ટ્રીના લોકોએ બેકારીનો સામનો કરવો પડશે. જોકે, હું એવું નથી માનતો. મારા મતે ઈન્ડસ્ટ્રીમાં ક્વૉલિફાઈડ અને ટ્રેઈન્ટ માણસોની ઘણી ડિમાંડ છે અને રહેશે. લૉકડાઉન પછી ઘણું બધું કામ હશે પણ પુરતા માણસો નહિં હોય.

આ ઈન્ડસ્ટ્રી લૉકડાઉન પછી પહેલું એવું ક્ષેત્ર હશે જેમાં બેરોજગારી નહિં આવે. લેબ સિરીઝ જેવા નવા પ્લેટફોર્મસ ખુલી ગયા છે. બધાને પ્રોડયુસર બનવું છે અને નવી કનટેન્ટ જોઈએ છે. એટલે કામની કમી બિલકુલ રહેવાની નથી. હા, થિયેટરો માટે ચિંતા કરવા જેવું ખરું કારણ છે લૉકડાઉન પછી એમને ઝટ દઈને દર્શકો નથી મળવાના.

કેટલાક લોકો એવી આગાહી પણ કરે છે કે હવે બિગ બજેટ ફિલ્મો નહિં બને અને મોટા સ્ટારોએ પણ પોતાની મસમોટી ફીમાં સ્વેચ્છાએ કાપ મુકવો પડશે. અન્યથા નાણાંની તંજ્ઞાી વચ્ચે ઈન્ડસ્ટ્રીએ ટકવું ભારે પડી જશે. 

સૌથી પહેલી વાત તો એ કે ભારતમાં માત્ર પાંચ ટકા જ બિગ બજેટ ફિલ્મોનું નિર્માણ થાય છે. માત્ર એકથી વધુ મોટા સ્ટાર્સને સાઈન કરવાથી ફિલ્મ બિગ બજેટ નથી બની જતી. પણ હા, એ વાત ખરી છે કે દરેકે ઈન્ડસ્ટ્રીને મુશ્કેલીમાંથી ઉગારવા પોતપોતાની રીતે યોગદાન આપવું પડશે. જેટલો મોટો સ્ટાર એટલું મોટું એનું યોગદાન હોવું જોઈએ. ઈન્ડસ્ટ્રીએ તમને ઘણું બધું આપ્યું છે. હવે એ તમારી પાસે કાંઈક માગી રહી છે તો એ આપવાની તમારી પવિત્ર ફરજ છે. એટલું સમજી લો કે ઈન્ડસ્ટ્રી છે તો તમે બધા છો. એના જોરે જ આપણે બધા ઉજળા થઈને ફરી શકીએ છીએ.''



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dU6R97
Previous
Next Post »