
નડિયાદ, તા.17 જૂન 2020, બુધવાર
આજ રોજ ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવના વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમ્યાન સ્થાનિક પોલીસે પ્રદર્શનકારીઓનીઅટકાયત કરી હતી.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના આહ્વાનથી આજે કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલન જારી કર્યું છે. જેના ભાગરૃપે પેટ્રોલ અને અન્ય ઈંધણમાં થયેલા ભાવ વધારા સામેના આ રાજ્યવ્યાપી આંદોલનમાં ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નડિયાદમાં ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કોંગી કાર્યકરોએ સરદાર પટેલની પ્રતિમા પાસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમયે કોંગી આગેવાનો દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરાયો હતો.
જેમાં ખેડા જીલ્લા કોંગ્રેસના આગેવાનો, શહેર કોંગ્રેસ અને અન્ય તાલુકાઓના કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા હતાં. જ્યાં તેમને પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવો પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન નડિયાદ ટાઉન પોલીસ દ્વારા વિરોધ કરતા કોંગી આગેવાનોની ધરપકડ કરાઈ હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30Z4az8
ConversionConversion EmoticonEmoticon