
અભિનેતા અક્ષયકુમારે કામ શરૂ કરી દીધું છે. મધ્ય-માર્ચથી સમગ્ર ભારત બંધ પડયું છે, એમ કહીશું તો કશો વાંધો નથી અને એ કારણે બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શુટિંગથી માંડી પોસ્ટ-પ્રોડક્શનનું બધું જ કામ અત્યારે ઠપ છે. આને શરૂ કરવાની હિલચાલ થોડા દિવસો પહેલાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળીને શરૂ થઈ હતી અને તેમણે સુદ્ધાં બોલીવૂડમાં ફરી કામ શરૂ કરી તેમાં પ્રાણ ફૂંકવા વિધેયાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
જોકે આ અંગે હજુ કોઈ ગ્રીન સિગ્નલ મળ્યું નથી. આમ છતાં હજુ સોમવારે જ દિગ્દર્શક આર. બાલ્કી સાથે અભિનેતા અક્ષયકુમારે મુંબઈના કમાલિસ્તાન સ્ટુડિયોમાં આરોગ્ય મંત્રાલયની એક એડ કમ્પેઈન માટે શુટિંગ કર્યું. જોકે આ પહેલાં જ સમગ્ર ટીમે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા અને ઓછામાં ઓછા ક્-મેમ્બરો સાથે કામ કરવાથી માંડીને વિવિધ આગોતરી સાવચેતીનાં તમામ પગલાં લીધાં.
જોકે આ સાથે જ એક વિશાળ પ્રર્શ્ન એ ઉદ્?ભવ્યો છે કે શું આ બાબત જ 'નવી સામાન્યદ બાબત કહેવાશે અને સાથોસાથ ફિલ્મોનું કામ શરૂ થઈ ગયું? જોકે નિષ્ણાતો કહે છે કે આ 'નવાદ સેટ-અપમાં કામ ક્યાં સુધી કરવાનું હશે અને તે ક્યાં સુધી રહેશે એ શોધી કાઢવું પણ એટલું જ મહત્ત્વનું છે. આવું આપણે થોડી મિનિટો સુધી કરી શકીએ.
આ સામાજિક સંદેશો આપવાનો હોય છે, જ્યાં પણ શક્ય હોય ત્યાંથી લોકોએ કામ માટે પાછા વળવું જોઈએ અને એ પણ પર્યાપ્ત આગોતરી સાવચેતી સાથે. કેમકે આપણે કંઈ લાંબો સમય સુધી ઘરે બેસી શકીએ નહીં,' એમ દિગ્દર્શક બાલ્કીએ જણાવ્યું હતું. હાઈજિન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને ઓછામાં ઓછા ક્-મેમ્બર સાથે કામ પાર પાડવું એ હિન્દી ફિલ્મ સેટ પર સૌથી મોટો પડકાર છે. કેમકે આવા સેટ્સ પર લગભગ ૨૦૦થી ૨૫૦ લોકો તો હોય જ છે.
'હું માનું છું કે આવું તો હવે ક્યાંય પણ કરવું પડશે. અમારા સેટ્સ પર ઘણીબધી મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે. હવે તો હાઈજિન અને સેફ્ટી મહત્ત્વની અને અનિવાર્ય છે અને અમારે હવે ઓછામાં ઓછા ક્ સાથે કામ પાર પાડવાનું છે,' એમ કહે છે ફિલ્મસર્જક નિખિલ અડવાણી કે જેમણે ઘણા બધા શોઝ અને ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને અત્યારે અર્જુન કપૂર-રકુલપ્રીત સિંહ સાથેની ફિલ્મ અન્ડર પ્રોડક્શન હેઠળ છે.
ફિલ્મોદ્યોગનાં અંતરંગ વર્તુળોએ જણાવ્યું છે કે 'સ્થળ પર તમામ આગોતરી સલામતી સાથે ઈન્ડસ્ટ્રી કામ શરૂ કરવા ઉત્સુક છે. 'મુંબઈ સાગા', 'રાધે થ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ', 'લાલ સિંહ ચઢ્ઢા', 'બ્રહ્મા', 'ભૂલભુલૈયા-૨દ, 'મિમિ' અને અન્ય કેટલીય ફિલ્મોનાં કામ અટકી પડયાં છે. 'આ છે આજની 'નવી સામાન્ય' સ્થિતિ, કેમકે અંતે તો સલામતી અને લોકોનું સારું થાય એવી જ ભાવના સૌપ્રથમ આવે છે અને હવે તો હાઈજિન અને સલામતીની આગોતરી અગમચેતીની અત્યંત આવશ્યકતા છે એની તો બધાને જાણ છે,' એમ કહે છે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ.
આમ છતાં ક્ની સાઈઝ નાની કરવાથી તેની સૌથી ખરાબ અસર નહીં પડે?' 'બની શકે એ માટે ક્નો ઉપયોગ રોટેશન બેઝિઝ પર કરવો પડે- આમ કરવાથી દરેકને કામ મળશે. આપણા સેટ્સ ઘણા અસલામત અને હાઈજેનિક નથી હોતા. આને કારણે આપણે શિસ્ત જાળવતા શીખવું પડશે એમ અડવાણી ઉમેરે છે અને સાથે ઉમેરે છે કે 'નાની ક્-સાઈઝથી આપણે વધુ અસરકારક કામ કરી શકીશું.'
આમ છતાં અક્ષયકુમાર-બાલ્કીએ એક સરકારી એડનું શુટિંગ કર્યું એટલે ફિલ્મ-સિરિયલનું શુટિંગ શરૂ થઈ ગયું એમ નહીં કહી શકાય. આટલું જ નહીં, એડનું શુટિંગ બે-ચાર દિવસમાં પૂરું થઈ જાય પછી શું? વાસ્તવમાં જ્યાં સુધી સરકાર તરફથી કોઈ ગ્રીન સિગ્નલ મળે નહીં ત્યાં સુધી ફિલ્મ-સિરિયલનું શુટિંગ શરૂ થઈ ગયું અને ગાડી પાટે ચડી ગઈ એમ કહી શકાય નહીં.
બીજી તરફ મુંબઈ અને મહારાષ્ટ્રમાં દરરોજ કોરોના વાઈરસના કેસોની સંખ્યા વધતી જ જાય છે, આમાં કોઈ ઘટાડો ક્યાંય નોંધાયો નથી ત્યારે સરકાર પણ કઈ રીતે ફિલ્મ-સિરિયલના નિર્માણને મંજૂરી આપી શકે.
દેશનાં અન્ય શહેરો અને રાજ્યોની સરખામણીમાં આ મહામારીનો મજબૂત સકંજો મુંબઈ અને મહારાષ્ટ્ર પર છે ત્યારે કોઈ પોતાના જીવને જોખમમાં મૂકી શકે? ખાલી પેટ મોતને ભેટવા તૈયાર થાય-આવું કોણ ક્યાં સુધી કરી શકે? આથી આ પ્રર્શ્ન હજુ વણઉકેલ્યો છે. બોલીવૂડની બ્લો-અપ લાઈટ પૂર્ણપણે પ્રકાશિત થઈ ઝળહળતી નથી થઈ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Int1l
ConversionConversion EmoticonEmoticon