મુંબઇ, 14 જુન 2020 રવિવાર
પોતાના શાનદાર અભિનયનાં જોરે ટીવીથી માંડીને ફિલ્મ જગત સુધી પોતાની અલગ જ છોડનારા ટેલેન્ટેડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતએ આત્મહત્યા કરી તે સમાચાર જાણીને સૌથી કોઇ ગમગીન છે, એક સફળ અભિનેતા સુશાંત સિંહ રાજપુત ઉત્તમ ડાન્સર અને ટીવી હોસ્ટ પણ હતાં.
તે એક ફિલ્મ માટે 5થી 7 કરોડ રૂપિયા લેતા હતાં, જ્યારે જાહેરાત માટે 1 કરોડ રૂપિયા સુધી લેતા હતાં. તેમણે રિયલ એસ્ટેટ પ્રોપર્ટીઝમાં પણ મુડીરોકાણ કર્યું હતું, તેમની કુલ સંપત્તી 60 કરોડ રૂપિયાથી વધું હતી, તેમની ફિલ્મ એમ એસ ધોની 220 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, સુશાંત સિંહ રાજપુતે ફિલ્મો, જાહેરાતો,અને ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી હતી.
બોલીવુડની બીજી સેલિબ્રિટિઝની જેમ સુશાંત સિંહ મુંબઇનાં પોશ વિસ્તારમાં આલિશાન ઘરમાં રહેતા હતાં, તેમને મોટરકારો અને બાઇક્સનો ઘણો શોખ હતો, તેમની પાસે કારોની આખી ફ્લીટ હતી, તેમાં મસેરાટી, ક્વાટરોપોર્તે, લેન્ડ રોવર એસયુવી, બીએમડબલ્યુંનાં 1300 આપ મોટર સાયકલ અને બીજી મોટરકારોનો સમાવેશ થાય છે, તેમની દરેક ફિલ્મ નવો રેકોર્ડ બનાવી રહી હતી, એ જ રીતે તેમની પ્રત્યેક ફિલ્મ માટેની ફિ પણ વધી રહી હતી, બોલિવુડમાં આવતા પહેલા તેમણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું હતું.
બિહારનાં પટણામાં 21 જાન્યુઆરી 1986નાં દિવસે જન્મેલા સુશાંત સિંહ રાજપુતે બોલિવુડમાં પોતાનાં એક્ટિંગ કેરિયરની શરૂઆત 2013થી શરૂ કરી હતી, તેમણે વર્ષ 2013માં રિલિઝ થયેલી પહેલી ફિલ્મ કાઇ પો છે થી ઉત્કૃષ્ઠ અદાકાર તરીકેની ઓળખ મેળવી હતી, તે અભ્યાસમાં પણ ઘણા આગળ હતાં, તેમણે ફિઝિક્સનો નેશનલ ઓલંમ્પિયાડ પણ જીત્યો હતો, તેમણે એક્ટિંગ કેરિયરને આગળ વધારવા માટે એન્જીનિયરિંગનો ત્રણ વર્ષનો અભ્યાસ જ પુરો કર્યો હતો, તે દિલ્હી કોલેજ ઓફ એન્જીનિયરિંગથી અભ્યાસ કરી રહ્યા હતાં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30GR6OM
ConversionConversion EmoticonEmoticon