બોલીવુડમાં કારર્કિદી બનાવવા માટે દર વર્ષે હજારો યુવકો અને યુવતીઓ મુંબઇની વાટ પકડે છે પરંતુ સફળતા ખૂબજ ઓછાને મળે છે. સુશાંતસિંહને ગળાકાપ સ્પર્ધમાં એક કોમર્શિયલ એકટર તરીકે જે સફળતા મળી તે બેનમૂન હતી. ટીવીની ધારાવાહિક પવિત્ર રિશ્તાથી શરુઆત કરીને મકકમતાથી બોલીવુડમાં ડગ માંડનારા સુશાંતસિંહને આ પાંચ ફિલ્મોના દમદાર અભિનય માટે બોલીવુડ અને તેમના ચાહકો કાયમને માટે યાદ રાખશે, 34 વર્ષની ઉંમરે બાંદ્રા સ્થિત નિવાસસ્થાને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરનારા આ કલાકાર પડદા પર હંમેશા જીવંત રહેશે. કાઇપો છે.. કેદારનાથ, રાબતા, ડિટેકટિવ વ્યોમકેશ બક્ષી, છિછોર અને એમ એસ ધોની ધ અન ટોલ્ડ સ્ટોરી જેવી ફિલ્મોમાં અભિનય માટે સુશાંતસિંહેને ચાહકો હંમેશા યાદ રાખશે.
કાઇપો છે....

2013માં આવેલી કાઇપો છે એ પહેલી ફિલ્મ હતી જે ખૂબ વખણાઇ હતી. ચેતન ભગતના ઉપન્યાસ ધ મિસ્ટેકસ ઓફ માય લાઇફ પર આધારિત હતી, અભિષેક કપુર નિદર્શિત આ ફિલ્મમાં સુશાંતસિંહે ઇશાન નામના યુવકની ભુમિકા ભજવી હતી. ઇશાન, ઓમી અને ગોવિંદ આ ત્રણે મિત્રો અમદાવાદમાં રહે છે .ઇશાન એક શાનદાર ક્રિકેટ ખેલાડી હોય છે પરંતુ કશું કરતો નથી. ત્રણેય મિત્રો એક સ્પોટર્સ એકેડમી શરુ કરવા ઇચ્છ છે પરંતુ ઇશાનની માતા આર્થિક મદદ કરવાની ના પાડી દે છે. આવા સમયે ઓમીના મામા બિટ્ટ મદદ કરે છે. ઇશાનના રોલમાં સુશાંતના અભિનયના ખૂબજ વખાણ થયા હતા. આ ફિલ્મ માટે સુંશાંતને ફિલ્મ ફેયરના બેસ્ટ ડેબ્યુ માટે નોમિનેશન મળ્યું હતું.
ડિટેકટિવ વ્યોમકેશ બક્ષી –
આ ફિલ્મ વ્યવસાયિક ધોરણે ખાસ સફળ રહી નથી પરંતુ બેક ટુ બેક સફળ ફિલ્મો આપનારા સુશાંતનો આમાં નવોજ કિરદાર જોવા મળે છે. એક કલાકાર તરીકે જોખમ લેવામાં જરાં પણ ડરતા ન હતા તે આ ફિલ્મથી સુશાંતે સાબીત કર્યુ હતું. દિબાકર બેનરજીની આ ફિલ્મમાં સાધારણ દેખાવ છતાં તેજ દિમાંગ ધરાવતા વ્યોમકેશ બક્ષીનો રોલ ભજવ્યો હતો જેને જાસુસીનું ખૂબજ ઝુનન હોય છે. વ્યોમકેશ બક્ષીની ભૂમિકામાં સુશાંતે શાનદાર અભિનય કરીને લોકોના દિલ જતી લીધા હતા.
રાબતા

2017માં દિનેશ વિજાન દ્વારા નિર્દેશિત રાબતા નામની આ ફિલ્મ આમ તો રોમાંન્ટિક ફિલ્મ હતી. સુશાંત સાથે અભિનેત્રી કૃતિ સેનન મુખ્ય રોલમાં હતી. રાબતા બે એવા પ્રેમીઓની કહાની હતી જે સંજોગોના કારણે બંને એક બીજાથી વિખુટા પડી જાય છે. ગત જન્મની અધૂરી પ્રેમ કહાની નવા જન્મમાં પાંગરે છે. રાબતા આખી ફિલ્મ સુશાંતના બહેતરિન અભિનયથી ઓળખાય છે.
છિછોરે

સુશાંતસિંહની આ ફિલ્મ પાંચ મિત્રોની કહાની છે. સુશાંત સાથે અભિનેત્રી શ્રઘ્ઘાકપૂરે લીડ અભિનય કર્યો હતો. અન્ની અને માયા તેના પુત્રને હતાશા અને નિરાશાની ઉંડી ગર્તાંમાંથી બહાર લાવે છે. ડાયરેકટર નિતેશ તિવારની આ ફિલ્મમાં સુશાંતસિંહ પોતેએ નિભાવેલા રીલ લાઇફ રોલને રીયલ લાઇફમાં ઉતારવાનું ભૂલી જઇને મોતને વહાલું કર્યુ છે આથી આ ફિલ્મની આજે સૌથી વધુ ચર્ચા થાય છે. છિછોરમાં પિતાના યાદગાર રોલને લોકો ભૂલી શકશે નહી.
એમ એસ ધોની –ધ અન ટોલ્ડ સ્ટોરી

,સુશાંતસિંહની અત્યંત ચર્ચિત અને સુપરહિટ રહેલી ફિલ્મ ભારતના બહેતરિન ઓલ રાઉન્ડર ક્રિકેટર એમ એસ ધોનીના જીવન પર આધારિત હતી. બાયોપિક ફિલ્મમાં જયારે કિરદાર હયાત હોય ત્યારે તેના હાવભાવ સાથે અભિનય કરવો એક પડકાર બની જાય છે. ધોનીનો રોલ સુશાંતે બખૂબી નિભાવ્યો હતો. તે કેરેકટરને જીવંત બનાવવા માટે ખૂબજ મહેનત કરી હતી. દમદાર અભિનયના લીધે જ આ ફિલ્મમાં સર્વ શ્રેષ્ઠ અભિનેતા માટેના ફિલ્મ ફેર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30IhbNp
ConversionConversion EmoticonEmoticon