
નડિયાદ,તા. 14 જુન 2020, રવિવાર
ખેડા શહેરમાં પોલીસ સ્ટેશન,લાયસન્સ ક્લબ અને અંબિકા કોમ્પલેક્ષ,છાત્રાલય શોપિંગ વચ્ચેના વહેરાને પાલિકા દ્વારા બંન્ને સાઇડમાં પુરાણ કરી વાહન પાર્કિગ માટે રિવરફ્રન્ટ જેવુ બનાવાયુ છે.જેના કારણે વહેરો સાંકડો થઇ ગયો છે.
ખેડામાં આવતા પાણીના પૂર દરમ્યાન ઉપરવાસ માંથી પૂર ના પાણી માટે આ એક મુખ્ય જળમાર્ગ છે.તેમાં ભયંકર મોટા ઘાસ અને વનસ્પતિ ઉગી નિકળ્યા છે.
તેને ચોમાસા પૂર્વ સફાઇ કરાવી નથી.તેથી ઉપરવાસમાં વરસાદ પડે એનુ પાણી છોડવામાં આવે તો આ વહેરામાં પાણીના પ્રવાહનો અંતરાય થાય અને પરિણામે હાઇસ્કુલની બાજુના ધોળીયા પુલ આજુબાજુના વાંસવાડા પરિવારો અને સ્લમવિસ્તારને પૂરના પાણી ભરડો લઇ લે તે સાથે પાછળની સોસાયટીઓમાં જવા આવવાના રસ્તામાં પણ પાણી ફરી વળે એવી સ્થિતી સર્જાય તેમ છે.આ વિસ્તારની કમનસીબે ખેડામાં ટીપુય વરસાદ ના પડે અને ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો પુર ખેડાના કોટબહારના વિસ્તારમાં ફરી વળે છે.ત્યારે નગરપાલિકા દ્વારા આ વહેતા ને વચ્ચેથી સાફસફાઇ કરાવાય તે જનહિત માટે જરૃરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37v2oXT
ConversionConversion EmoticonEmoticon