
આણંદ, તા. 14 જુન 2020, રવિવાર
અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ સ્ટેશનની હદમાં ચોરી કરીને છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા બે આરોપીઓને પોલીસે વિરસદમાંથી ઝડપી પાડી બાયડ પોલીસને સોંપ્યા હતા.
આણંદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જિલ્લા બહારના પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીઓને પકડવા બાબતે જે તે તાલુકાના પોલીસ સ્ટેશનને સૂચના આપી હતી. જેના ભાગરૃપે નાયબ પોલીસ અધિક્ષક ખંભાતના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.સી.ગોહિલ સહિતના સ્ટાફે બાતમીના આધારે બાયડ પોલિસ સ્ટેશનની હદમાં ચોરી કર્યા બાદ નાસતા ફરતા આરોપી મગનભાઈ પ્રભાતભાઈ પઢિયાર (ઉ.૪૦) તેમજ રાજેન્દ્ર ઉર્ફે કાળો છગનભાઈ પઢિયાર (ઉ. ૨૫) રહે. કણભા, તા. બોરસદને વિરસદ પોલીસે બાતમીના આધારે કણભામાંથી ઝડપી લીધા હતા અને બન્ને આરોપીઓને બાયડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UDMNjF
ConversionConversion EmoticonEmoticon