ખેડા જિલ્લામાં કોરોના વધુ 5 કેસ માતર તાલુકામાં 4, નડિયાદમાં 1


નડિયાદ,તા. 14 જુન 2020, રવિવાર

ખેડા જિલ્લામાં આજે વધુ પાંચ કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા. જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો આંકડો ૧૦૮ પર પહોંચ્યો છે. જેમાં માતર ગામના ૨ અને માતર તાલુકામાં-૨ મળી કુલ-૪  કેસો માતર તાલુકાના નોંધાયા છે.  જ્યારે નડિયાદમાં ૧ કેસ કોરોના પોઝીટીવ આવ્યો છે.

માતર શહેરની નાલંદા સોસાયટીમાં રહેતા યોગેશભાઇ ઠક્કર ઉં.૪૩ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો  છે.ગત તા.૧૦જૂનના રોજ યોગેશભાઇને તાવ આવતો હોવાથી તેઓ માતરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા.તેમ છતા તબિયતમાં સુધાર ન જણાતા તેઓ ગત તા.૧૧ જૂનના રોજ નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા.જ્યાંથી તેમને નડિયાદની કોવિડ-૧૯ એન.ડી.દેસાઇમાં સારવાર અર્થે રીફર કર્યા હતા.ગત તા.૧૨ જૂનના રોજ તેમનો કોવિડ ટેસ્ટ લેવામાં આવ્યો હતો.જે ગત તા.૧૩ જૂનના મોડી રાત્રે કોરોનાપોઝીટીવ જાહેર થયો છે.તેઓ હાલ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ બાદ સરપંચ વિપુલભાઇ કા.પટેલ, મામલતદાર,તેમજ પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સ્થળ મૂલાકાત લીધી હતી.જ્યારે આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.તેમજ સરપંચ દ્વારા આખા ગામના મુખ્ય વિસ્તારોમાં સેનેટાઇઝ દવાનો બ્રાઉઝર દ્વારા છંટકાવ કરાવ્યો હતો.આ સાથે ગ્રામજનોને સૂચના આપી હતી કે કોરોના ના કારણે જરૃર ન હોય તો બહાર ન નીકળવુ,માસ્ક ફરજીયાત પહેરવુ,સોશિયલ ડિસ્ટન્સનુ ખાસ પાલન કરવા જણાવ્યુ હતુ.

માતર તાલુકાના સોખડામાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા જયેશભાઇ પૂનમભાઇ શર્માનો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. ગત તા.૫ જૂનના રોજ તેમને તાવ,શરદી અને ખાંસી થતા તેઓ માતરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યા તેમને બે દિવસ સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.આ બાદ તેમની તબિયતમાં સુઘારો જણાતા તેમને રજા આપવામાં આવી હતી.પરંતુ તેઓને ડાયાબિટીસની દવા આનંદની એક હોસ્પિટલની ચાલતી હતી.જેથી તેઓ ગત તા.૭ જૂનના રોજ દવા લેવા માટે ગયા હતા જ્યા તેઓ દાખલ થયા હતા.ત્યા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જે ગત તા.૧૩ જૂનના રોજ પોઝીટીવ આવ્યો હતો.હાલ તેઓ નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.તેમના પરિવારમાં પાંચ સભ્યો છે.આ બાદ આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.

માતર તાલુકાના હાડેવા ગામના નવુપરુ વિસ્તારમાં રહેતા નીતિનભાઇ ભગવાનભાઇ પટેલ ઉં.૩૪ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.તેમને છેલ્લા ત્રણ દિવસથી તાવ,ખાસી તથા શરીરના દુખાવાની તકલીફ થતા તેઓ ગત તા.૧૨ જૂનના રોજ દલોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ગયા હતા.જ્યા સારવાર કરી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જે ગત તા.૧૩ જૂનના રોજ પોઝીટીવ જાહેર થયો છે.હાલ તેઓ નડિયાદ શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.તેમના પરિવારમાં કુલ-૯ સભ્યો છે.

નડિયાદ શહેરના વાણિયાવાડ વિસ્તારમાં આવેલ જશોદા એપાર્ટમેન્ટમાં રહેતા ડૉ.કમલભાઇ ઉપેન્દ્રભાઇ ભટ્ટ ઉં.૫૦ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.તેમને ગત તા.૮ જૂનના રોજ તાવ અને ઉધરસ આવતી હતી.જેથી પોતે જાતે દવા લીધી હતી.પરંતુ સારૃ ન થતા ગત તા.૧૨મી જૂનના રોજ તેઓ પીજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયા હતા.જ્યા તેઓનો કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો.જે ગત તા.૧૩ જૂનના રોજ પોઝીટીવ જાહેર થયો હતો.ડૉ.કમલભાઇનુ અમદાવાદી બજારમાં આવેલ એક કોમ્પલેક્ષ પાસે હોમીયોપેથીક દવાખાનુ છે. જો કે તેઓ ગત તા.૮ જૂન થી તઓ ક્લીનિક બંધ કરેલ હોવાનુ આરોગ્યની પૂછપરછમાં જણાવ્યુ હતુ.અને હાલ તેઓ ઘરે જ હતા.તેમના પરિવારમાં પાંચ વ્યક્તિઓ છે.હાલ તેઓ શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e3twQn
Previous
Next Post »