કંકણાકૃત્તિ સૂર્ય ગ્રહણ .


ગ્રહણ સ્પર્શ - સવારે ૯-પપ વાગે

ગ્રહણનો મધ્ય સવારે - ૧૧-૪૦ વાગે

ગ્રહણ મોક્ષ - બપોરે ૧-પપ વાગે

ગ્રહણનો વેધ તા. ૨૦-૬-૨૦૨૦ શનિવાર રાત્રે ૧૦-૦૦ વાગે બેસે છે, તે માટે પછી જમવું નહીં. 

તા. ૨૧ જૂને ગ્રહણ પૂરું થાય ૧-પપ વાગે બપોરે ત્યારબાદ સ્નાન, પૂજા, પાઠ-દાન વગેરે કર્યા પછી ભોજન કરવું.

આપણા ભારત વર્ષમાં દરેક તહેવાર આપણે ઉજવીએ છીએ. દરેક માસમાં આવતી એકાદશી, 

પૂનમ અને અમાસની પણ ઉજવણી કરવામાં આવે છે. આ દરેક તહેવાર અને તિથિનું મહાત્મય પણ છે. વિધિ-નિષેધ, વર્ણ-આશ્રમ, સત્કર્મથી સ્વર્ગ-દુષ્કર્મની નર્કની પ્રાપ્તિ થાય છે, એવા ભારતીય સંસ્કારો છે.

આપણા હિન્દુ શાસ્ત્રોમાં બે પ્રકારના ગ્રહણનું પણ વિધિ દર્શાવેલો છે. સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ. આ બંને ગ્રહણ દરેક માણસોએ 

પાળવાના હોય છે. આ ગ્રહણની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તે 

પાળવા માટે કયાં-કયાં પ્રકારના વિધિ અને નિષેધ છે તેનો વિસ્તાર અનેક ગ્રંથોમાં બહુ જ સ્પષ્ટીકરણ સાથે દર્શાવેલ છે.

જ્યારે - જ્યારે સૂર્ય ગ્રહણ અથવા ચંદ્ર ગ્રહણ આવે છે ત્યારે તે આપણે અવશ્ય પાળવું જ જોઈએ. તેવી આજ્ઞાા આપણા હિન્દુ ધર્મના અનેક ગ્રંથોમાં કરેલી છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીના શ્લોક ૮૬ અને ૮૭માં કહ્યું છે. કે સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થાય ત્યારે સૌ કોઈએ બીજી સર્વે ક્રિયાઓ તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો. અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને ગૃહસ્થ હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી.

ધર્મશાસ્ત્રમાં ગ્રહણના સૂતકને મોટું સૂતક કહેલું છે. ગ્રહણ સમયે બીજી ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું. પરંતુ જે ગ્રહણ નથી પાળતા તે બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહે છે. માટે જે ગ્રહણનો સૂતકી હોય તેને જે અડે ને તેના સંસર્ગમાં આવે તો ભક્ત હોય તે પણ તેમાંથી ઉતરી જાય છે. ગ્રહણનું સૂતકની એવી મહા અસર થાય છે, તેમ સામે ગ્રહણ સમયે જે દાન કરવામા આવે છે તેને શ્રેષ્ઠ દાન માનવામાં 

આવે છે.

સૂર્ય ગ્રહણ કેવી 

રીતે પાળવું?

સૂર્ય ગ્રહણ સમયે એક જ સ્નાને બેસીને ભગવાનના મત્રની ધૂન અને કથા - કીર્તનાદિ કરવું જોઈએ.

સૂર્યગ્રહણ સમયે રાંધેલું અન્ન વધેલું પડયું હોય તો તે ત્યાગી દેવું જોઈએ.

અથાણાં, દૂધ, દહીં, છાસ, ઘી, તેલ, તલમાં તળેલી વાનગીઓ, માટીથી બનેલું પાણી ભરવાનું માટલું વગેરેમાં તલ અને દર્ભ (દાભડો) નાખવાથી તેને ગ્રહણ લાગતું નથી, પવિત્ર રહે છે.

શણ, ઊન, દર્ભ, રેશમ- આ 

પૈકી કોઈપણ વસ્તુનું વણેલું કાપડ, ધાબળી, આસન કે અંબર પવિત્ર ગણ્યાં છે. સુતરાઉ કપડાં, આસન વગેરેનો સ્પર્શ ગ્રહણ દરમિયાન થઈ ન શકે.

સૂર્ય ગ્રહણના પ્રસંગે 

શું-શું ન કરવું જોઈએ

સૂર્યગ્રહણમાં ગ્રહણ સમય 

પહેલા ચાર પ્રહર પહેલા (૧ર કલાક) 

પહેલા વેધ બેસી જાય છે. આ સમય દરમિયાન જમાય નહીં.

ચંદ્રગ્રહણમાં ગ્રહણ સમય 

પહેલા ત્રણ પ્રહર પહેલા (૯ કલાક) 

પહેલા વેધ બેસી જાય છે, આ સમય દરમિયાન જમાય નહીં.

વેધમાં ઠાકોરજીને થાળ ન થઈ શકે. આરતી, ધૂન, પ્રાર્થના, કથા, કીર્તન થઈ શકે.

ગ્રહણ પૂર્ણ થયા બાદ શુદ્ધિ કેવી રીતે કરવી?

સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ મુકાઈ રહ્યા પછી સ્નાન ન કરનારા પુરુષ ફરી બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહે છે, માટે ગ્રહણને અંતે પહેરેલા તથા ઓઢેલાં વસ્ત્રો સહિત શુદ્ધિ સ્નાન અવશ્ય કરવું.

ગ્રહણ-મોક્ષનું સ્નાન ઠડા જળથી કરવું તે શ્રેષ્ઠ છે. કૂવો, તળાવ, ઝરણું, મહાસરોવર, નદી, મહાનદી ને સમુદ્ર આટલાનાં જળ પૂર્વ-

પૂર્વ અપેક્ષાએ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. (સત્સંગી જીવન ઃ ૫/૧૯/૭૦/૯૪)

ગ્રહણ મુકાઈ રહ્યા પછી સર્વે મનુષ્યોએ વસ્ત્રસહીત સ્નાન કરવું જે ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાંગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી.

સૂર્ય-ચંદ્ર ગ્રહણના વેધમાં જો કોઈ માણસ જમ્યો હોય તો તે ત્રણ દિવસ ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


ગ્રહણના દિવસે ડાકોરના ઠાકોરના દર્શનનો સમય

તા. ૨૧-૬-૨૦ને રવિવારના રોજ જેષ્ઠ વદ અમાસના દિવસે સૂર્યગ્રહણ હોવાથી શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ડાકોરના દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેમાં વૈષ્ણવો માટે દર્શન માટે મંદિર પ્રવેશ બંધ રહેશે.

બપોરના ર-૪પ વાગે નીજ મંદિર ખુલી મંગળા આરતી થયા બાદ ૩-૦૦ વાગે મોટા દરવાજા દર્શન માટે ખોલવામાં આવશે નહીં.

૩-૪પ થી ૪-૧૦ સુધી ઠાકોરજી બાલભોગ, શણગારભોગ, ગોવાળભોગ, ત્રણ ભોગ આરોગવા માટે બીરાજશે આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે.

૪-૧૦ વાગે આરતી થયા બાદ

૪-૧પ થી ૪-૩૦ સુધી મોટા દરવાજા દર્શન માટે ખોલવામાં આવશે નહીં.

૪-૩૦ થી પ-૦૦ સુધી મોટા દરવાજા બંધ રાખવામાં આવશે. રાજભોગ આરતી થઈ

ઠાકોરજી પોઢી જશે.

સાંજના પ-૦૦ નીજ મંદિર ખુલી પ-૧પથી મોટા દરવાજા બંધ રાખવામાં આવશે.

શ્રી ઠાકોરજી ઉત્ત્થાપન આરતી થઈ નીત્યા ક્રમાનુસાર શયનભોગ સખડીભોગ

આરોગી તથા સેવા થઈ ઠાકોરજી પોઢી જશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2N6PaYb
Previous
Next Post »