અષાઢસ્ય પ્રથમ દિને મેઘદૂત

પરમેશ્વરની વર્ષાકૃપા વરસાવતો, અષાઢ તો પ્રભુભક્તને ભક્તિરસમાં ભીંજવતો, કૃષકને ધરતીનાં ખોળે 

કૃષિકાર્યમાં વ્યસ્ત થવાનો, કવિઓને પ્રણયરંગી કાવ્યો સર્જીને  પ્રેમરસમાં મસ્ત થવાનો આ માસ છે, તો પ્રેમી યુગલોને પ્રેમરસ પાન કરવાનો 'મધુમાસ' છે. વર્ષાઋતુની છડી 

પોકારતો અષાઢનાં પ્રથમ દિને કોઈને પ્રિયત્તમાનું મધુર સ્મરણ થાય, તો પ્રભુપ્રેમીને આભમાં ગાજવીજ કરતા વાદળો વર્ષાના દેવ ઈન્દ્રનું વાદળમાં છૂપાઈને ડમરું વગાડતા ભગવાન શિવજીનું સ્મરણ થાય.

અષાઢ માસમાંનાં પ્રથમ વાદળ જોઈને શિવજીનાં ભક્તપ્રેમી અને 

પ્રકૃતિ કવિ કાલિદાસની મહાન 

સંસ્કૃત કાવ્ય 'મેઘદૂત'નું સ્મરણ થઈ આવે. આ મહાકાવ્યની રચના 


પાછળ એક પૌરાણિક કથાનો સંદર્ભ રહેલો છે. એના અનુસાર, હિમાલય પર્વતનાં શિખરે શિવજી ભગવાનની અલકાનગરીનો કારભારી કુબેરભંડારી હતા. એમનો એક શિવભક્ત યજ્ઞા હતો. એક વખતે યક્ષે પોતાની ફરજમાં મોટી ભૂલ કરી. કુબેરે તેને પત્ની વિયોગનો એક વર્ષોનો શાપ આપ્યો. શાપ પ્રમાણે એ યક્ષ ને 

પત્નીથી વિખુટા પડીને દૂર દૂર દક્ષિણ ભારતનાં રામગિરિ આશ્રમમાં નિવાસ કરવો પડયો.

આષાઢસ્ય પ્રથમ દિને, આકાશમાં ધુમરાતા, ધરતી પર ઝળુંબતા કાળાભમ્મર વાદળો જોઈને એ વિરહી યક્ષને અલકાપુરીમાં વિપૂહની વેદનામાં મસ્ત પ્રિયત્તમા પત્નીનું સ્મરણ થયા કર્યું. તેણે મેઘનું પુષ્પોથી સ્વાગત કર્યું. એ પછી યક્ષે વાદળને વિનંતી કરી. 'હે મેઘા, કૃપા કરીને મારો સંદેશો અલકાપુરીમાં રહેતી મારી પ્રાણ પ્યારીને પહોંચાડ.'

'ઓ બરસા કે બાદલ, મેરા સંદેશા લે જાના...

અંસુઅન કી બુંદ બરસા કર. અલકા મેં મેરી પ્યારી કો સંદેશ દેના...'

આ પ્રમાણે પક્ષે મેઘને દૂત બનાવીને પ્રિયત્તમાને પ્રણય સંદેશ મોકલાવ્યો. આનું સુંદર-આકર્ષક વર્ણન મહાકવિ કાલિદાસે 'મેઘદૂત' નામના કાવ્યમાં કર્યું છે. 'મેઘદૂત'એ અષાઢનાં મદ-મસ્ત વાતાવરણમાં વિરહી પ્રેમીના હૈયામાંથી પ્રગટેલી પ્રણય કવિતા છે.




from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UVT4Hv
Previous
Next Post »