
નડિયાદ,તા.૧૫
માર્ચ ૨૦૨૦માં લેવાયેલ ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. સમગ્ર ગુજરાત રાજ્યનું કુલ ૭૬.૨૯ ટકા પરિણામ જાહેર થયું છે ત્યારે ખેડાજિલ્લાનું ૭૯.૧૪ ટકા પરિણામ આવ્યું છે.ગત્ વર્ષે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૩.૫૭ ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં આ વર્ષે ૧૫.૫૭ ટકા જેટલું વધુ પરિણામ આવ્યું છે. ગત્ ૨૦૧૫માં ખેડા જીલ્લાનું સૌથી ઓછું ૨૦.૦૯ ટકા પરિણામ જાહેર થયું હતું. જે પછી સતત દર વર્ષે ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં વધારો થયો છે.
જેમાં સૌથી વધુ મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી કેન્દ્રનું ૮૬.૫૪ ટકા અને સૌથી ઓછુ નડિયાદ શહેરનું ૬૮.૦૨ ટકા પરિણામ નોંધાયુ છે.ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જિલ્લાના પરિણામમાં ૧૫.૫૭ ટકાનો વઘારો થયો છે. આજે જાહેર થયેલ પરિણામમાં ડાકોર સંસ્થાન હાઈસ્કુલની વિદ્યાર્થિની તરૃણાબેન સંજયભાઈ મોદી ૯૯.૯૩ પર્સન્ટાઈલ સાથે એ-૧ ગ્રેડ મેળવ્યો છે. આજે જાહેર થયેલ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ખેડા જીલ્લામાં કુલ ૧૦,૨૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૮૦૮૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે ૨૧૮૧ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. જીલ્લામાં કુલ ૧૫ પરીક્ષા કેન્દ્રો પરથી બોર્ડની આ પરીક્ષા લેવામાં આવી હતી. આજે જાહેર થયેલ પરિણામ વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યું હતું. જે આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓને ર્માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. ખેડા જીલ્લાના ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૧૦,૨૬૫ જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૧૦,૨૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૮,૦૮૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. જ્યારે ૨,૧૮૧ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UNJQNw
ConversionConversion EmoticonEmoticon