
નડિયાદ, તા.15 જૂન 2020, સોમવાર
આજે જાહેર થયેલ ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં ૯૯.૯૩ પર્સન્ટાઈલ સાથે ડાકોરની સંસ્થાન હાઈસ્કુલની વિદ્યાર્થિની તરૃણાબેન મોદી સમગ્ર જીલ્લામાં પ્રથમ આવી છે. ડાકોર શહેરની સંસ્થાન હાઈસ્કુલમાં ભણતી તરૃણાબેનના પિતા સંજયભાઈ ડાકોરમાં કરીયાણાના છૂટક વેપારી છે. જ્યારે તેની માતા ગૃહિણી છે. આ અંગે તરૃણાબેનનો સંપર્ક સાધતા તેણીએ જણાવ્યું હતું કે ધો. ૧૨ એ જીવનનો અતિ મહત્ત્વનો પાયો છે. હું ૧૦ થી ૪ વાગ્યા સુધી અભ્યાસ કરવા માટે સ્કુલમાં જતી હતી. બાકીના સમયમાં દરરોજ બે કલાક વાંચન કરતી હતી આ ઉપરાંત તેણીએ ઉમેર્યું હતું કે, પરીક્ષાના સમયે દરરોજના પાંચથી છ કલાક વાંચન કરતી હતી. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી જોઈએ જેથી આગળ વધી શકાય. તરૃણાબેન ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે. આ ઉપરાંત તરૃણાબેનને ધો. ૧૨ કોમર્સ પ્રવાહના મુખ્ય ચાર વિષયોના ટયુશન હતા તેમ તેણીએ જણાવ્યું હતું.તરુણા પોતાની સફળતા માટે શાળાના શિક્ષકો અને માતા પિતાને શ્રેય આપે છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MZIESR
ConversionConversion EmoticonEmoticon