અમદાવાદ, તા. 10 મે 2020, રવિવાર
માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર ટૂંક સમયમાં પોતાના યુઝર્સ માટે નવું ફીચર લોન્ચ કરવા જઇ રહ્યું છે. આ ફીચર વડે ટ્વીટર યુઝર્સ પોતાની પોસ્ટને શેડ્યૂલ કરી શકશે. ટ્વિટર પોતાના યુઝર્સ માટે સમયે સમયે નવા ફીચર લોન્ચ કરતા રહે છે, જેનાથી યુઝર્સને ટ્વીટ કરવમાં સરળતા રહે છે.
હેટ સ્પીચ પર કરી રહ્યું છે ટેસ્ટિંગ
મીડિયા રિપોર્ટ અનુસાર ટ્વિટર પોતાના પ્લેટફોર્મ પર હેટ સ્પીચ અને ટ્રોલિંગને રોકવા માટે આ ફીચર પર કામ કરી રહ્યું છે. ગણતરીના ડેસ્કટોપ યુઝર્સને આ ફીચર મળી રહ્યું છે. આશા છે કે કંપની ટૂંક સમયમાં જ આ ફીચર અન્ય યુઝર્સ માટે રોલઆઉટ કરે.
ટ્વીટ કરતા પહેલા મળશે રિવ્યુ કરવાનો મોકો
ટ્વિટર આ ઉપરાંત વધુ એક ફીચર પર કામ કરી રહ્યું છે, જેની મદદથી યુઝર્સને પોસ્ટ કરતી પહેલા કન્ટેન્ટને સુધારવાનો મોકો મળશે. વળી, કપંનીનું કહેવું છે કે આ ફીચર થકી અપમાનજનક પોસ્ટ પર લગામ કશી શકાશે.
એપલ યુઝર્સને પહેલા મળશે આ ફીચર
ટ્વિટરનું કહેવું છે કે આ ફીચર સૌથી પહેલા આઇઓએસ યુઝર્સ માટે રજુ કરવામાં આવશે. સાથે જ આ ફીચર થકી હેટ સ્પીચ અને અપમાનજક પોસ્ટને રોકવામાં મદદ મળશે.
ગત વર્ષે હાઇડ ફીચર કર્યું હતુ લોન્ચ
ટ્વિટરે ગત વર્ષે હાઇડ રિપ્લાય ફીચરને લોન્ચ કર્યું હતું. આ ફીચર વડે યુઝર્સ સરળતાથી અપમાનજનક અને કનડગત કરતા લોકોની રિપ્લાઇને હાઇડ કરી શકશે. વળી કંપનીનું કહેવું હતું કે યુઝર્સ હાઇડ કરવામાં આવેલા રિપ્લાયને ગ્રે રંગના આઇકોન પર ક્લિક કરી જોઇ શકશે. સાથે જ આ ફીચરથી યુઝર્સ પોતાની પોસ્ટ પર સારી પકડ બનાવી શકશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xPObHD
ConversionConversion EmoticonEmoticon