Mother's Day 2020 : ગૂગલનું ડૂડલ આજે 'મા' ને સમર્પિત

નવી દિલ્હી, તા. 10 મે 2020, રવિવાર 

દરેક અવસરની જેમ આજે પણ ગૂગલે પોતાનું ખાસ અને સ્પેશિયલ ડૂડલ બનાવ્યું છે. મધર્સ ડે પર ગૂગલે ડૂડલ બનાવીને વિશ્વભરની મમ્મીઓને સમર્પિત કર્યુ છે, ગૂગલે આ ડૂડલમાં એક ક્રાફટ કરતા આર્ટની ડિઝાઇન મુકી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે મેના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. 

આ વર્ષે મધર્સ ડે કોરોના વાયરસથી ફેલાયેલી મહામારી વચ્ચે મનાવવામાં આવી રહ્યો છે. લોકડાઉનના કારણે લોકો જ્યાં ત્યાં ફસાયા છે. જેના કારણે તેઓ પોતાની મમ્મી સાથે સમય વિતાવી શકતા નથી. લોકડાઉનના કારણે પણ આ શક્ય નથી કે એક કાર્ડ ખરીદીને કે કાર્ડ બનાવીને પણ મમ્મીની મમતાને યાદ કરી લઇએ. એવામાં ગૂગલે ડૂડલ બનાવીને તમને મમતાનો અનુભવ કરાવે છે. આજનું ડૂડલ તેમને જ સમર્પિત છે. ગૂગલે એકરીતે ડિજિટલ કાર્ડ બનાવીને મા ને યાદ કરાવાની તક આપી છે. 

છેલ્લા કેટલાય દિવસથી ગૂગલ સર્ચ એન્જિન પર ડિઝિટલ મધર્સ ડે ગિફ્ટ શોધવામાં આવી રહી હતી. ગૂગલે લોકોની આતુરતાને જોઇને તેમના માટે ખાસ ડૂડલ બનાવીને તેમના કામને સરળ બનાવી દીધું છે. ડૂડલ પર ગૂગલના અક્ષર ક્રાફ્ટના સેટિંગમાં છે. અહીં ક્રાફટિંગનો બધો સામાન પણ ઉપલબ્ધ છે, ક્લિક કરવા પર એક નાનકડી વિન્ડો ખુલશે. જ્યાં નીચે આપવામાં આવેલી પોતાના પસંદની ડિઝાઇનને પસંદ કરવાનો વિકલ્પ છે. આ ઉપરાંત હાર્ટ, ફૂલ, જાનવરના આઇકન પણ ચેક કરી શકો છો. ડિઝાઇન તૈયાર થઇ જવા પર તમે તેને મમ્મી સાથે ઇમેલ અથવા સોશિયલ મીડિયા મારફતે શેર કરી શકો છો. ડિજિટલ કાર્ડ બનાવવાનો છે આ અનોખો વિચાર..



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LcTDaL
Previous
Next Post »