અમદાવાદ, તા. 10 મે 2020, રવિવાર
ફેસબુકે પોતાનું સુપ્રીમ કોર્ટ બનાવી લીધું છે. જી હા, સાંભળવામાં થોડુ અજીબ છે પરંતુ આ હકિકત છે કે ફેસબુકે એક ઓવરસાઇટ બોર્ડની રચના કરી છે જેને ફેસબુકનું સુપ્રીમ કોર્ટ કહેવામાં આવી રહ્યું છે. ફેસબુકનું આ બોર્ડ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને હ્યુમન રાઇટ્સના આધાર પર નિર્ણય લેશે. સાથે જ આપત્તિજનક કન્ટેન્ટને લઇને તાત્કાલિક નિર્ણય સંભળાવશે. ફેસબુકે વર્ષ 2018માં આ બોર્ડની જાહેરાત કરી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર આવતા કન્ટેન્ટને સુધારવા અને સોશિયલ મીડિયાનો માલોહલ સાફ-સુથરો રાખવા માટે આ પગલું ઉઠાવ્યું છે. ઓવરસાઇટ બોર્ડનું કામ તે નિશ્ચિત કરવાનું રહેશે કે ફેસબુક અને તેના બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્યાં પ્રકારનો કન્ટેન્ટ રહેશે અને ક્યાં કન્ટેન્ટને હટાવાની જરુર છે. ઉપરાંત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મુકવામાં આવેલી પોસ્ટ, ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ, ગ્રુપ સહિત જાહેરાતના કન્ટેન્ટ પર નજર રાખશે.
ફેસબુકના આ બોર્ડમાં 20 ખાસ લોકોની નિમણૂક કરી છે. જેમાં ધ ગાર્ડિયન અખબારના પૂર્વ સંપાદક એલન રૂસિબેરગર, પૂર્વ ન્યયાધીશ અને યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સના વીપી સામેલ છે. આ ઉપરાંત ડેનમાર્કના પૂર્વ વડાપ્રધાન હેલ થોરિંગ શ્મિટ પણ સામેલ છે.
બોર્ડ પાસે જશે વિવાદિત કેસ
ફેસબુક હાલ વર્તમાન પૉલિસી સાથે કન્ટેન્ટ પર કામ કરશે. ફ્રીડમ ઓફ એક્સપ્રેશન હ્યુમન રાઇટ્સ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિત કોઇ કેસ વિવાદિત છે તો તેને ઓવરસાઇટ બોર્ડ પાસે મોકલવામાં આવશે.
90 દિવસની અંદર થશે વિવાદનો નિર્ણય
ઓવરસાઇટ બોર્ડની આ જવાબદારી રહેશે કે 90 દિવસની અંદર તે આ મામલે નિવેડો લાવે. જોકે, બોર્ડ વિવાદિત મામલે જલ્દી નિર્ણય લઇ શકે છે પરંતુ 90 દિવસ તેમના માટે એક સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WAUEyo
ConversionConversion EmoticonEmoticon