અમદાવાદ, તા. 10 મે 2020, રવિવાર
સ્માર્ટફોનના કેમારાના મેગાપિક્સલ હંમેશા વિવાદમાં રહ્યાં છે. વધારે મેગાપિક્સલ વાળા કેમેરા સારા કે ઓછા મેગાપિક્સલ વાળા, જોકે, કેટલાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ફોટોની ક્વોલિટી એકલા કેમેરાલના મેગાપિક્સલ પર જ નિર્ભર નથી.
હવે એક નવી અપડેટ સામે આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 75 ટકા ભારતીય મોબાઇલ ખરીદતી વખતે કેમેરાના મેગાપિક્સલને વધારે મહત્વ નથી આપતા જોકે, ફ્રન્ટ કેમેરાને પ્રાથમિકતા જરુર આપે છે. આ સર્વેમાં મુંબઇ, કોલકત્તા, દિલ્હી, ચેન્નાઇ, હૈદરાબાદ અને બેંગાલુરુ જેવા શહેરના 600 સ્માર્ટફોન યુઝર્સ સામલે થયા હતા. તેમની ઉંમર 18-30 વર્ષની હતી.
સાયબર મીડિયા રિસર્ચના સર્વેમાં થયે ખુલાસો
30,000ની રેન્જના સ્માર્ટફોનને લઇને સીએમઆરે એક સર્વે હાથ ધર્યો હતો જેમાં આ વાત સામે આવી કે 79 ભારતીય માને છે કે ફોટોની ક્વોલિટી સ્માર્ટફોનના કેમેરાના મેગાપિક્સલ પર નિર્ભર નથી કરતી. 20-30 હજારની રેન્જમાં સ્માર્ટફોન ખરીદતા લોકોમાંથી દર છ માંથી પાંચ વ્યક્તિનો આ અભિપ્રાય છે.
અહીં ધ્યાનપાત્ર વાત એ છે કે તમામ સ્માર્ટફોન નિર્માતા કંપની વધારે મેગાપિક્સલવાળા ફોન રજુ કરી રહીં છે, જ્યારે ગ્રાહકોને તેના પર વિશ્વાસ નથી. રિપોર્ટ અનુસાર 64 ટકા લોકોને રિયર કેમેરા કરતા ફ્રન્ટ કેમેરા પર વધારે વિશ્વાસ છે.
મોટાભાગના લોકો ફોન ખરીદતી વખતે ફ્રન્ટ કેમેરાની ફોટો ક્વોલિટીને પ્રાથમિક્તા આપે છે. 55 ટકા યુઝર્સ લો લાઇટમાં ફ્રન્ટ કેમેરાથી ખુશ નથી, જ્યારે 58 ટકા યુઝર્સ લો લાઇટમાં ખરાબ ફોટાથી પરેશાન છે.
શું કહે છે એક્સપર્ટ?
આ સર્વે પર સાયબર મીડિયા રિસર્ચના એક્સપર્ટનું કહેવું છે કે,‘આ રિપોર્ટ ઘણું બધુ કહે છે, કારણકે સ્માર્ટફોન કંપનીઓ રિયર કેમેરાના મેગાપિક્સલ વધારી રહી છે, જ્યારે ગ્રાહકોને તેનાથી કોઇ મતલબ નથી. યુઝર્સનું માનવું છે કે ફોટોની ક્વોલિટી મેગાપિક્લ પર નિર્ભર નથી કરતી. તેમના માટે સેલ્ફી મહત્વપૂર્ણ છે અને તેઓ તેમાં કોઇ બાંધછોડ કરવા નથી માગતા. વધારે મેગાપિક્સલ વાળા સ્માર્ટફોને પ્રોફેશનલ ફોટોગ્રાફરને આકર્ષિત કરે છે, કારણકે તેમના માટે ફોટો ક્વોલિટી, ડીટેલિંગ અને કલર વધારે મહત્વ ધરાવે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ds5ZYo
ConversionConversion EmoticonEmoticon