Google Mobility Report: આ રાજ્યની જનતાએ કર્યું લોકડાઉનનું સૌથી સખ્તીથી પાલન!


અમદાવાદ, તા. 19 મે 2020, મંગળવાર

કોરના સંક્રમણના કારણે દેશ-દુનિયામાં લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે લોકો પોતના ઘરમાં કેદ છે, જોકે લોકોની અવર-જવર સંપૂર્ણપણે બંધ નથી થયું પરંતુ ઓછું થયું છે. હવે સવાલ એ છે કે લોકોની અવરજવરમાં કેટલી ઓછી થઇ છે. આ સવાલનો જવાબ ગૂગલે પોતાની નવી મોબિલિટી રિપોર્ટમાં આપી છે. આવો જાણીએ..

ગૂગલે નવી રિપોર્ટ જારી કરી જેમાં રિટેલ એન્ડ રી-ક્રિએશન, ગ્રોસરી એન્ડ ફાર્મસી, પાર્ક, ટ્રાન્જીસ્ટ સ્ટેશન, વર્કપ્લેસ અને રેસિડેન્સીયલ જેવી કેટરીમાં વહેચવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત કેટેગરીમાં લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું કેટલું ઓછું કર્યું છે. ગૂગલનો આ ડેટા 28 માર્ચથી નવ મેની વચ્ચેનો ઠે તેની સરખામણી 3 જાન્યુઆરીથી છ ફેબ્રુઆરીના ડેટા સાથે કરવામાં આવ્યો છે.

રિટેલ એન્ડ રી-ક્રિએશન - સૌથી પહેલા રિટેલ એન્ડ રી-ક્રિએશનની વાત કરીએ તો તેમાં હોટલ, કાફે, શોપિંગ મોલ, લાઇબ્રેરી, ફિલ્મ જોવા જવું અને મ્યુઝીયમ જેવી પ્રવૃતિ સામેલ છે. લોકડાનના કારણે આ પ્રવૃતિઓમાં 80 ટકાનો ઘટાડો થયો છે.

ગ્રોસરી એન્ડ ફાર્મસી-ગ્રોસરી અને ફાર્મસી કેટેગરીમાં અનાજ કરિયાણાની દુકાન, નાસ્તાની દુકાનો, ખેડુત, બજાર સામેલ છે. રાશન અને દવા માટે લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે, કારણકે રાશન અને દવા વગર જીવન અકલ્પ્ય છે. જોકે, રાશન અને દવા માટે ઘરની બહાર નીકળતા લોકોમાં પણ 32 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

પાર્ક- પાર્ક કેટેગરીમાં રાષ્ટ્રીય પાર્ક, સાર્વજનિક બીચ, સાર્વજનીક પાર્ક વગેરે સામેલ છે, તેમાં લોકોની ગતિવિધી 62 ટક સુધી ઓછી થઇ છે.

ટ્રાન્ઝિસ્ટ સ્ટેશન- તેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સામેલ છે. અહી 31 માર્ચ સુધી લોકોની ગતિવિધિ નહતી, પરંતુ હવે તેમાં વધારો થઇ રહ્યો છે. 28 માર્ચથી નવ માર્ચ સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ પર લોકોની હાજરી 57 ટકા સુધી ઓછી હતી.

વર્કપ્લેસ- લોકડાઉનના કારણે મોટાભાગના લોકો ઘરમાંથી જ કામ કરી રહ્યાં છે અને જે કંપનીઓમાં ઘરમાંથી કામ શક્ય નથી ત્યાં કામ બંધ છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીની સરખામણીએ કામકાજના સ્થળ પર જતા લોકોની સંખ્યામાં 49 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

રેસિડેન્સીયલ- લોકડાઉનના કારણે લોકો ઘર પર રહી કામ કરી રહ્યાં છે. 28 માર્ચથી નવ મેની વચ્ચે ઘર પર રહેલા લોકોની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. ઘર પર રહેતા લોકોની સંખ્યાંમાં 33 ટકાના વધારા સાથે સૌથી મોટો વધારો ગુજરાતમાં થયો છે જે અન્ય કોઇ પણ રાજ્યની સરખામણીએ સૌથી વધારે છે. તેનો મતલબ કે ગુજરાતમાં લોકડાઉનનું પાલન સખ્તીથી થઇ રહ્યું છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cMDYem
Previous
Next Post »