અમદાવાદ, તા. 18 મે 2020, સોમવાર
લૉકડાઉન દરમ્યાન પતિ અને પત્ની વચ્ચે તનાવ, ઘરેલુ હિંસા અને છૂટાછેડાના કિસ્સાઓ મધ્યમ વર્ગના પરિવારોમાં જ વધતા જાય છે તેવું નથી. ફિલ્મ અને ટીવી શ્રેણીના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ પણ છૂટાછેડા લેવાનો નિર્ણય લઇને પતિ નવાઝુદ્દીનને લિગલ નોટિસ પણ પાઠવી દીધી છે. આલિયાએ કહ્યું કે અમારા દસ વર્ષના દામ્પત્ય જીવનમાં અણબનાવના કિસ્સાઓ વધતા જ જતા હતા. લૉકડાઉન દરમ્યાન મેં વિચાર્યું કે આવા દામ્પત્યજીવનનો શું અર્થ અને મેં આ નિર્ણય લીધો છે.
આ આલિયાની વકીલ અભય સહાયે પણ સમર્થન આપતા કહ્યું છે કે નવાઝુદ્દીન તેના વતન મુઝફ્ફરનગર હજુ થોડા દિવસ પહેલા જ મુંબઇથી નીકળી ગયો હોઇ તેનો ઇમેઇલ અને વોટ્સએપથી છૂટાછેડાની નોટિસ આપી દીધી છે. તેની પત્ની આલિયાએ પણ આ જ માધ્યમથી નોટિસ પાઠવી છે. કુરિયર કે પોસ્ટ લોકડાઉનને લીધે શક્ય નહીં હોઈ આ રીતે નોટિસ બજાવાઈ છે જેનો નવાઝુદ્દીને હજુ પ્રત્યુત્તર નથી આપ્યો.
વકીલ અભય સહાયે જણાવ્યું છે કે નવાઝુદ્દીન સામે તેની પત્નીએ ગંભીર આરોપ મુકી છુટાછેડા અને વળતર માંગ્યું છે. તેઓને ૯ વર્ષનો પુત્ર અને પાંચ વર્ષની પુત્રી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cVlDeY
ConversionConversion EmoticonEmoticon