નડિયાદ, તા.6 મે 2020, બુધવાર
ખેડા જિલ્લામાં રહેતા પરપ્રાંતિય શ્રમિકો પોતાના માદરે વતન જવા અઘિરા બન્યા છે.આજે સવારથી જ ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવા પરપ્રાંતિય શ્રમિકોએ લાંબી લાઇનો લગાવી હતી.જો કે બે દિવસમાં વહીવટી તંત્ર દ્વારા ખેડા જિલ્લામાંથી હજારો લોકોને તેમના માદરે વતન મોકલી આપ્યા છે.
ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આવેલ કલેકટર કચેરીમાં પરપ્રાંતિય શ્રમિકોએ વતન જવાની જીદ પકડી છે.જેના માટે આજે સવારથી જ આવા અસંખ્ય શ્રમિકો પરમિશન લેવા માટે કલેક્ટર કચેરી બહાર મોટી લાઇનોમાં ઉભા રહી ગયા છે. આ તમામ લોકોનુ વતન જવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી રહી છે.
આજે કલેકટર કચેરી ખાતે સોશિયલ ડિસ્ટન્સીંગ રાખી શ્રમિકો મોટી કત્તારોમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા.વતન જવા માટે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. જેથી આધાર કાર્ડ સાથે લઇ રજીસ્ટ્રેશનની લાઇનોમાં ગોઠવાઇ ગયા હતા.કલાકો સુધી રાહ જોયા બાદ નંબર આવતો હોવાનુ શ્રમિકો જણાવ્યુ હતુ.ખેડા જિલ્લામાંથી છેલ્લા બે દિવસમાં ટ્રેન મારફતે બે હજારથી વધુ શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી છે. રજીસ્ટ્રેશન કરાવેલ શ્રમિકોને ટ્રેનની ટીકીટો અને પાણી,નાસ્તાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે.નડિયાદથી ગોરખપુર (ઉત્તરપ્રેદશ) ટ્રેન મારફતે હજારો પરપ્રાંતિય શ્રમિકોને છેલ્લા બે દિવસમાં મોકલવામાં આવ્યા છે.એજ રીતે આગામી દિવસોમાં બિહાર અને છત્તીસગઢ રાજયોમાં મોકલવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bdwyiy
ConversionConversion EmoticonEmoticon