સોનૂ સૂદે યુપી સરકારની મંજૂરી લઇ મજૂરોને ઘેર મોકલ્યા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 16 મે 2020, શનિવાર

લોકડાઉનના કારણે તમામ પ્રવાસી મજૂરો મુંબઇમાં ફસાઇ ગયા છે. રાજ્ય સરકાર પણ તેમને વતન પહોંચાડવાના પ્રયાસ કરી રહી છે, તેમજ સોનૂ સૂદ પણ આ સદકાર્યમાં મદદ કરી રહ્યો છે. શનિવારે તેણે મુંબઇથી યૂપી, બિહાર અને ઝારખંડના મજૂરોને બસ દ્વારા રવાના કર્યા હતા. 

કોરોના મહામારીના કારણે ઉત્તર પ્રદેશની સરકારે સુરક્ષા કાજે રાજ્યની તમામ સીમાઓને સીલ કરી દીધી છે. જોકે સોનૂએ રાજ્ય સરકાર પાસેથી પરિમિશન લઇને પ્રવાસી મજૂરોની બસ રવાના કરી. સોનૂ અને તેની ટીમ આ કામ કરી રહી છે. 

મુંબઇની ઘણી બસો શનિવારે મુંબઇના વડાલાથી લખનઊ, હરદોઇ, પ્રતાપગઢ અને સિદ્ધાર્થનગર સહિત ઉત્તર પ્રદેશના અલગ-અલગ ગામડાઓમાં રવાના થઇ છે. આ ઉપરાંત બિહાર અને ઝારખંડ માટે પણ બસ નીકળી ગઇ છે. આ પ્રવાસીઓના ખાવા-પીવાનું ધ્યાન રાખતા સોનૂએ સાથે ફુડ પેકેટ પણ ાપ્યા છે. 

સોનૂ બોલીવૂડનો પ્રથમ અભિનેતા છે,જે આ રીતે વાહનની વ્યવસ્થા કરીને પરપ્રાંતીયોને પોતાના ઘરે મોકલી રહ્યો છે. હજી થોડા દિવસો પહેલા જેણે કર્ણાટક અને મહારાષ્ટ્ર સરકારની મંજૂરી લઇને ૩૦૦-૩૫૦  મજૂરોને ઘરે રવાના કર્યા હતા. 

સોનૂએ આ ઉપરાંત પોતાની હોટલ પણ મેડકલસ્ટાફની સુવિધા માટે ફાલવી આપી છે. એટલું જ નહીં તેણે પંજાબના ડોકટર્સોને પણ ૧,૫૦૦ પીપીઇ કિટસ મોકલી છે. તેમજ રમઝાનને ધ્યાનમાં રાખીને ભીંવડીના હજારો પ્રવાસી મજૂરોને ભોજનની સગવડ પણ કરી આપી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WBNvPB
Previous
Next Post »