(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 16 મે 2020, શનિવાર
દિગ્દર્શક જગન શક્તિ લોકડાઉનદરમિયાન પોતાની આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે.તે એક દમદાર એકશન ડ્રામા ફિલ્મ બનાવાના છે.
દિગ્દર્શકે ેક સમાચાર એજન્સી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, એક સ્ક્રિપ્ટ પરનું મારુ ંકામકાજ પુરુ થઇ ગયું છે. આ એક એકશન ડ્રામા હોગી જેમાં વિજ્ઞાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે પરિસ્થિતિ સામાન્ય થતાં જ હું આ ફિલ્મનું કામ આગળ વધારી શકીશ. આ ફિલ્મ બનાવામાં મારે ઉતાવળ કરવી નથી, શાંતિથી હું આ ફિલ્મ બનાવાનો છું.
આ ફિલ્મનું શૂટિંગ ભારતમાં જ કરવામાં આવશે. તેણે વધુમાં કહ્યું હતું કે, આ બિગ બજેટ ફિલ્મ નહીં હોય. આ ફિલ્મ જોવાથી લિોકોને ખ્યાલ આવશે કે ઓછા ખર્ચામાં પણ સારી અને દમદાર ફિલ્મ બની શકે છે. ઉદાહરણ તરીકે તમે ઊરીઃ ઝ સર્જિકલ સ્ટ્રાઇક લઇ શકો છે. તે ફક્ત રૂપિયા ૩૦-૩૫ કરોડમાં જ બની હતી. મિશન મંગલમાં પણ બજેટનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઓછા પૈસામાં શાનદાર ફિલ્મો સરળતાથી બનાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, જગનશક્તિએ અક્ષય કુમાર, વિદ્યા બાલન અને તાપસી પન્નુ સાથે મિશન મંગલ જેવી સફળ ફિલ્મ બનાવી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TeFWMG
ConversionConversion EmoticonEmoticon