કહાની ઘર ઘરકી સિરીયલનો કલાકાર સચિન કુમારનું 42 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 16 મે 2020, શનિવાર

અક્ષય કુમારના ફોઇનો દીકરો સચિન કુમારનું ૪૨ વર્ષે નિધન થયું છે. તેના મોતના કારણ માટે હાર્ટએકેટ આવ્યો હોવાનું કહેવાય છે. સચિને ઘર ઘર કી કહાની અને લજ્જા જેવી સીરિયલોમાં કામ કર્યું છે. 

સચિન ગુરૂવારે રાતના પોતાની રૂમમાં સુવા ગયો પછી સવારે ઊઠયો જ નહીં. તેની રૂમનું બારણું મોડે સુધી ન ખુલતા તેમજ દરવાજો ખટખટવાથી પણ રિસપોન્સ ન મળતા તેના માતા-પિતાએ પોતાની પાસેની ચાવીથી દરવાજો ખોલતા તે  પથારીમાં મૃત અવસ્થામાં જોવા મળ્યો હતો.

સચિને જોકે પછીથી અભિનય છોડીને ફોટોગ્રાફીને કારકિર્દી તરીકે અપનાવી હતી. તેની સાથે કામ કરનાર કંવલજીત સિંહે ટ્વીટ કરીને જણાવ્યું હતુ ં કે, ઘણા વરસો પહેલા એક શોમાં સચિન મારો કો-સ્ટાર હતો. તે મને સેટ પર ઘરેથી લઇ જતો અને પાછો મુકી પણ જતો. પોતાના મિત્રો સાથે પણ તેણે મારી ઓળખાણ કરાવી હતી. અમે સારા દોસ્ત બની ગયા હતા. અમે  સોનૂ સૂદે હવે બહુ સારો સમય સાથે પસાર કર્યો છે. તેના અચાનક જવાથી બહુ દુઃખ થયું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bKg81G
Previous
Next Post »