શ્રમિકોની વતન ભણી દોટથી ઉદ્યોગો થંભી જશે


અમદાવાદ, તા. 5 મે 2020, મંગળવાર

કોરોનાનો કોર વધતાં સરકાર દ્વારા વધુ બે અઠવાડિયા લોકડાઉન વધારવામાં આવ્યું છે. ત્યારે ચરોતર પંથકમાં બેકાર બનેલા સેંકડો કારીગરોને એકમો દ્વારા પગાર ન અપાતા હાલત કફોડી થતાં વતન ભણી દોટ મૂકી છે પરંતુ આ મજૂરો વતન જતા રહે તો કેટલાક ઔદ્યોગિક એકમોને ભારે ફટકો પડી શકે તેવી સ્થિતિ નિર્માણ સર્જાશે આથી વિઠ્ઠલનગરના ઉદ્યોગ એસો.ને યોજી લૉકડાઉનમાં ઘરે રહેલાં કારીગરો, સ્ટાફને અડધો પગાર આપવા તેમજ ૨૪મી પછી એકમોમાં હાજર કારીગરો, સ્ટાફને પુરો પગાર આપવાનો નિર્ણય લેવાયો છે.

વિઠ્ઠલનગર ઉદ્યોગ નગર જીઆઈડીસી એસોસિએશન દ્વારા બેઠક યોજી લૉકડાઉનમાં ઘરે રહેલાં કારીગરો-સ્ટાફને અડધો અને આંશિક છૂટમાં હાજર રહેલાને પૂરો પગાર આપવાનો નિર્ણય લેવાયો

વિશ્વની સાથે ભારતમાં પણ કોરોનાની મારામારીથી કેન્દ્ર સરકાર દ્વારા ૨૨ માર્ચથી સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ મહામારી ન અટકતાં સરકારે વધુ બે તબક્કામાં લોકડાઉન જારી રાખ્યું છે અને સરકાર દ્વારા તમામ એકમોએ લૉકડાઉન દરમિયાન પણ કારીગરો, સ્ટાફને પૂરો પગાર આપવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. પરંતુ આણંદ જિલ્લાના કેટલાંક એકમો દ્વારા લૉકડાઉનમાં ખોટ જતાં કારીગરો, સ્ટાફને પૂરતો પગાર ન અપાયો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે વિઠ્ઠલ ઉદ્યોગ નગર જીઆઇડીસી એસોસિએશનના માલિકો સાથે બેઠક યોજીને લૉકડાઉનમાં ગેરહાજર કારીગરો, સ્ટાફને અડધો પગાર અને ૨૪-૪-૨૦ની પરવાનગી બાદ એકમોમાં હાજર રહેલાં કારીગરો, સ્ટાફને પૂરો પગાર આપવાનો નિર્ણય લેવાયો તેમજ પ્રતિબંધિત એરિયામાં જે એકમો બંધ છે તે એકમોએ હાજરી પ્રમાણે મહેનતાણું આપવા પરિપત્ર જારી કરવામાં આવ્યો.  આણંદ જિલ્લામાં દેશના અન્ય રાજ્યમાંથી રોજી-રોટી માટે ગુજરાતમાં આવેલા સેંકડો શ્રમિકોને ખાવાના સાંસા પડી રહ્યા છે. શરૃઆતના તબક્કામાં આવા શ્રમિકોએ જેમ તેમ કરીને ગુજરાન ચલાવ્યું પરંતુ જેમ જેમ લોકડાઉનનો સમય વધતા જતાં હાલત વધુ ખરાબ થતાં તેઓએ વતન ભણી જવાનો નિર્ણય લઇ રવાના થયા હતાં. લોકડાઉનના બીજા તબક્કામાં સરકાર દ્વારા શરતોને આધીન કેટલાંક ઉદ્યોગો ચાલુ કરવાની પરવાનગી આપતાં ચરોતરમાં પણ ઔદ્યોગિક એકમો શરૃ કરાયા છે ત્યારે છેલ્લા બે દિવસથી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રહેલાં શ્રમિકોને રેલ્વે તથા બસ મારફતે વતન પહોંચાડવાની વ્યવસ્થા કરાતા મોટી સંખ્યામાં શ્રમિકો માદરે વતન જવાની દોટ લગાવી છે. નોંધનીય છે કે આણંદ જિલ્લાના વિઠ્ઠલ ઉદ્યોગ નગર જી.આઈ.ડી.સી.ના કેટલાક એકમોએ મજૂરોને પગાર ન આપ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી.  જેના પગલે આવા શ્રમિકો વતન ભણી જઈ રહ્યાં છે ત્યારે જિલ્લામાંથી મજૂરો જતાં રહેશે તો કેટલાક ઉદ્યોગો બંધ થઇ જવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે વિઠ્ઠલ ઉદ્યોગ નગર જી.આઈ.ડી.સી. એસો. દ્વારા આજે એકમોના માલિકો સાથે બેઠક યોજી જરૃર મુજબ કારીગરો, સ્ટાફને એકમો ઉપર બોલાવી  પૂરો પગાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YC4HGd
Previous
Next Post »