ખેડા જિલ્લામાંથી બીજા દિવસે પણ 1200 થી વધારે શ્રમિકોને ટ્રેન મારફતે યુપી મોકલાયા


નડિયાદ, તા. 5 મે 2020, મંગળવાર

ખેડા જિલ્લામાંથી ઉત્તરપ્રદેશના ૧૨૦૦થી વધુ શ્રમિકો આજે એક ખાસ ટ્રેન મારફતે માદરે વતન જવા નીકળ્યા છે. સતત બીજા દિવસે નડિયાદથી ઉપડેલી આ ટ્રેનમાં જિલ્લાના ત્રણ તાલુકામાંથી ઉત્તરપ્રદેશના રહેવાસીઓ વતન જઇ રહ્યા છે. નડિયાદ રેલ્વે સ્ટેશનેથી મોડી સાંજે ઉપડેલી ટ્રેન ગોરખપુર જઇ રહી છે અને માર્ગમાં આવતા વિવિધ સ્ટેશનો ઉપર યાત્રિકોને પોતાને વતન માટે ઉતરવા ઉભી રાખવામાં આવશે.

ખેડા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા છેલ્લાં અઠવાડિયાથી પરપ્રાંતના શ્રમિકોને વતન જવા માટેનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું. જેમાં ઉત્તરપ્રદેશના ૨૬૦૦ જેટલા શ્રમિકોએ માદરે વતન જવા માટે પોતાના નામ રજીસ્ટર કરાવ્યા હતા. જે પૈકી ગઇકાલે ગોરખપુર માટેની એક સ્પેશ્યલ ટ્રેનમાં ૧૧૩૯ જેટલા શ્રમિકોને રવાના કરવામાં આવ્યા હતા.

આજે ઉત્તરપ્રદેશના શ્રમિકો માટે વધુ એક ખાસ ટ્રેનની સગવડ કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લાના મહુધા,ઠાસરા, નડિયાદ તાલુકો, અને નડિયાદ શહેરમાં રહેતા ૨૧૯ જેટલા યુ.પી.વાસીઓને ઉત્તરપ્રદેશ જવાની ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. બપોરે ૩ વાગ્યાથી શરુ થયેલી આ પ્રક્રિયામાં જિલ્લાના વિવિધ સ્થળોએથી ૨૯ જેટલી એસ.ટી.બસોમાં આ યાત્રિકોને નડિયાદ રેલ્વે સ્ટેશને લવાયા હતા. 

આજે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક યાત્રિ પાસેથી ૬૪૫ રૃપિયા ભાડુ વસુલ કરવામાં આવ્યુ ંહતું. અને દરેક યાત્રીને વહીવટી તંત્ર તરફથી નાસ્તાના પેકેટ, અને મીનરલ પાણીની બોટલ આપવામાં આવી હતી. મોડી સાંજે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે આ ખાસ ટ્રેનને ગોરખપુર જવા માટે લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L2COPN
Previous
Next Post »