ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 5 કેસ : 1 નું મોત


નડિયાદ, તા. 5 મે 2020, મંગળવાર

ખેડા જિલ્લામાં આજે કોરોનાનો કહેર વ્યાપ્યો છે. જેમાં કઠલાલ તાલુકાના કિડનીના દર્દીનું કોરોનામાં મોત નિપજયું છે.જ્યારે મોડી સાંજે જિલ્લામાં વધુ પાંચ કેસ નોંધાયા છે. આ પાંચ પૈકી બે મહિલાઓ કોરોના વોરીયર્સ છે, જે પૈકી એક અમદાવાદની હોસ્પિટલમાં અને બીજા નડિયાદની કોરોનાની મુખ્ય હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. વળીે અન્ય બે કોરોના દર્દીઓ શાકભાજીનો છૂટક ધંધો કરતા શ્રમિકો છે.આ સાથે જિલ્લાના કુલ કોરોના દર્દીઓનો આંક ૧૭એે પહોંચ્યો છે.આ પાંચેય કોરોના પોઝીટીવ દર્દેીઓ અંગે તથા તેઓ ક્યાં ક્યાં સંક્રમિત થયેલા છે તે અંગે વધુ તપાસ કરવા આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રમાં દોડધામ મચી છે.

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલ ડોડિયાકૂઇ ગામે રહેતા ૧૮ વર્ષીય કિરણભાઇ શૈલેષભાઇ સોલંકી બે દિવસ અગાઉ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. તેઓ છેલ્લા ઘણા વખતથી કિડની બિમારીથી પિડાતા હતા.અને કિડની ડાયાલીસીસની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મેળવી રહ્યા હતા.ગત ૨ તારીખે તેઓ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા.પરંતુ તેમની કિડની ફેલ થતા આજે તેમનુ મૃત્યુ થયુ હોવાના સમાચાર અમદાવાદ સિવિલ હોસ્પિટલથી ખેડા જિલ્લા તંત્રને મળ્યા હતા.આમ જિલ્લામાં કોરોના દર્દીનુ પ્રથમ મોત આજરોજ નોંધાયુ છે.

મહેમદાવાદ તાલુકાના સુંઢાવણસોલમાં આવેલ બોરિયાની સિમમાં રહેતા દિપીકાબેન બુધાભાઇ ડાભીનો આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.તેઓ અમદાવાદ ખાતેના દાણીલીમડામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે નોકરી કરે છે.તે સવારે ૭ વાગે અમદાવાદ નોકરી પર જતા હતા અને રાત્રે ૮ વાગેં પાછા આવતા હતા. દિપીકાબેનને એસજી હાઇવે પર આવેલ ફન હોટલ પર ઉભા કરાયેલા કોરોના કેર સેન્ટરમાં અને પરિવારના સભ્યોને નડિયાદ ખાતે આવેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના કોરોના કેર સેન્ટરમાં દાખલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત નડિયાદની ઇશ્વરપાર્ક સોસાયટીમાં રહેતા અને જિલ્લાની કોવીડ-૧૯ની સ્પેશ્યલ હોસ્પિટલ એન.ડી.દેસાઇમાં નર્સ તરીકે ફરજ બજાવતા ૨૪ વર્ષિય સેજલ આશિષ ક્રિશ્ચિયનને આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા ઇશ્વરપાર્ક સોસાયટી અને તેની આસપાસના વિસ્તારને સેનેટાઝઇ કરવાની કામગીરી આરંભાઇ છે. ઉપરાંત સેજલબેન જેની સાથે સંક્રમિત થયા હોય તેવા અને તેમના પરિવારના સભ્યોના આરોગ્યની ચકાસણી કરવાનું શરુ કરાયું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fiinMB
Previous
Next Post »