લોકડાઉનનો ભંગ કરતા પૂનમ પાંડેની ધરપકડ થઇ


(પ્રતિનિધિ દ્વારા)     મુંબઇ,તા. 11 મે 2020, સોમવાર

હંમેશા કોન્ટ્રોવર્સીમાં રહેનાર અભિનેત્રીતથા મોડલ પૂનમ પાંડે ફરી નવી મુસીબતમાં ફસાઇ છે. પૂનમને મુબઇ પોલીસેમરીન ડ્રાઇવ પર એક દોસ્ત સાથે બીએમડબલ્યુ કારમાંથી ધરપકડ કરી છે. લોકડાઉનના નિયમોનું ઉલ્લંધન કરવા બદલના આરોપ હેઠળ તેને ગિરફતાર કરીને બન્ને પર એફઆરઆઇ નોંધવામાં આવી છે.તેમજ તેની કારને પણ કબજે કરવામાં આવી છે. રિપોર્ટસના અનુસાર, પૂનમ સાથે તેનો મિત્ર સૈમ અહમદ કારમાં હતો. તેઓ કોઇ પણ કારણ વગર મરીન ડ્રાઇવ પર કારમાં ફરવા નીકળ્યા હતા. તેમના પર કોઇ પણ સક્ષમ કારણ વગર લોકડાઉનમાં નિયમોનું પાલન ન કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. 

પોલીસ ઇન્સપેકટર મૃત્યુંજય હીરેમઠે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ૨૯ વર્ષીય પૂનમ અને ૪૬ વર્ષીય સૈમને બોમ્બે નેશનલ ડિઝાસ્ટર એકટના અંતર્ગત ધારા ૨૬૯ અને ૧૮૮ હેઠળ આરોપ નોંધવામાં આવ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fLDiYL
Previous
Next Post »