નડિયાદ,તા.11 મે 2020, સોમવાર
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદના વધુ બે કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટ નેગેટીવ આવતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રહેતા સમતાબેન અને પીજ ભાગોળના અશોકભાઇ સરગરા આજે કોરોનાને મ્હાત આપી ઘરે પરત આવ્યા છે.
ગત્ ૨ મે ના રોજ નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આઇ.જી. માર્ગની શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હેડનર્સ તરીકે ફરજ બજાવતા સમતાબેન પટેલ અને પીજ ભાગોળના રાંકડેશ્વર મંદિર પાસે રહેતા અશોકભાઇ સરગરા કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. જેથી બંને વ્યક્તિઓને શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આજે આ બંને વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા બંને વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગળગળાટ સાથે બંને દર્દીઓને હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.જો કે ખેડા જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો-૩૦ પર પહોંચ્યો છે.તેવા સમયે કોરોના પોઝીટીવ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા રજા મળતા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
સમતાબેન રજા લઇને પોતાના ઘરે ગયા ત્યારે સોસાયટીના નાકેથી જ તેમનું થાળી વગાળીને પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યુ ંહતું. સમતાબેને કહ્યું કે મારી સોસાયટીના રહીશોએ મારા પરિવારની જેમ મને અને મારા પતિને હૂંફ આપી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હેડનર્સ તરીકે ફરજ બજાવી હોઇ મને આ રોગની ગંભીરતા વિશે પૂરેપૂરી જાણ હતી.મારી હોસ્પિટલમાં અહીંના ડોક્ટર અને સ્ટાફ ઉપરાંત જિલ્લાના અધિકારીઓએ ખાસ તો ધારાસભ્યએ, પાલિકા પ્રમુખએ ખૂબ સંભાળ રાખી છે. હોસ્પિટલના સ્ટાફે આવી ગરમીમાં પણ ૮ થી ૧૦ કલાક પીપીઇ કીટ પહેરીને અમારી જે સેવા કરી છે એને હું સલામ કરું છું.
શાકમાર્કેટમાં મજૂરીકામ કરતા અશોકભાઇ સરગરાએ જણાવ્યું હતું કે મારા ઘર જેવી સગવડ મને હોસ્પિટલમાં મળી છે. પ્રજાજનોને કોરોનાથી ડર્યા વગર માસ્ક પહેરવા જેવા બધા નિયમો પાડવા માટે વિનંતી કરું છું. કારણકે આ અનુભવમાંથી પસાર થયા પછી એમ લાગ્યું છે કે ભગવાન દુશ્મનને પણ આવો રોગ આપે નહીં.
કુલ કયા 9 દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા મળી ?
કોરોનાને મ્હાત આપનાર અત્યાર સુધીમાં ખેડા જિલ્લામાં નવ વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં રમણભાઇ, નરેશભાઇ પ્રજાપતિ, સુર્યભાણ યાદવ,લાભુબેન પ્રજાપતિ,ગીતાબેન પ્રજાપતિ અને આજે વધુ બે વ્યક્તિઓ સમતાબેન પટેલ અને અશોકભાઇ સરગરા નો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SWbcjy
ConversionConversion EmoticonEmoticon