ઠાસરામાં ખુલ્લા કાંસમાં ગટરનું પાણી ભરાઈ જતા દુર્ગંધથી રહીશો પરેશાન


ઠાસરા, તા.૧૭

ઠાસરા શહેરમાં આવેલ ખુલ્લી કાંસથી કેટલીક સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મૂકાયા છે.ઉપરાંત કાંસમાં જંગલી ઘાસ ઉગી નિકળવાને કારણે ગટરના ગંદા પાણીનો નિકાલ થતો નથી. આથી કાંસમાં ગટરનું પાણી ભરાઇ રહેવાના કારણે  આ વિસ્તારમાં અસહ્ય દુર્ગઘ ફેલાય છે. જને કારણે સ્થાનિકોમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઇ રહી છે.

ઠાસરા શહેરના બહુચરાજી મંદિર,અમન પાર્ક સોસાયટી સહિત કેટલીક સોસાયટીઓ પાસેથી પસાર થતી કાંસમાં ગટરનુ પાણી વહે છે.આ કાંસનુ પાણી બહુચરાજી ચોકડીથી હરીજનવાસ પાસેથી ખુલ્લા કાંસમાં વહે છે.આ ખુલ્લુ ગટરના પાણીના કારણે આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે. જેના કારણે  આસપાસના સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મૂકાઇ છે.કાસમાં મોટા પ્રમાણમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. જેથી ગટરનુ પાણી આગળ વહી શકતુ નથી અને ગટરના પાણીના ભરાવો થાય છે. આથી લાંબા દિવસો સુધી ભરાઇ રહેલા આ પાણીમાંથી અસહ્ય દુર્ગધ મારે છે. રાત્રીના સમયે પવન બદલાય ત્યારે આ સોસાયટી વિસ્તારોમાં ગટરના પાણીની અસહ્ય દુર્ગંધ આવે છે.જેથી રહીશો અને અહી થી પસાર થતા રાહદારીઓનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતી ઉભી થઇ છે. આ અંગે સ્થાનિક નાગરિકોની માંગ છે કે કાંસમાં ઉગી નિકળેલ વનસ્પતીની સફાઇ કરવામાં આવે ,જેથી આવનાર ચોમાસાની ઋતુમાં પાણી ભરાઇ જવાની શક્યતા ન રહે,ભૂતકાળમાં પણ આ વિસ્તારોમાં બે ફુટના પાણી ભરાઇ ગયા  હોવાનુ જણાવ્યુ હતુ.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yYxXg6
Previous
Next Post »