નડિયાદ,તા.૧૭
કઠલાલ તાલુકા ભાનેર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી જર્જરીત બન્યું છે.આ મકાન રીપેરીંગ કરી લોક ઉપયોગી બને તેવી માંગ સ્થાનિક નાગરિકો દ્વારા ઉઠી છે.
ભાનેર ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લાં ઘણા વર્ષોથી જર્જરીત બન્યુ છે.અહીં મોટી સંખ્યામાં જંગલી વનસ્પતિ ઉગી નિકળતા મકાન ખંડેર બન્યુ છે. આ ઉપરાંત મકાનની દિવાલો પણ જર્જરીત થતા ઘરાસાઇ થઇ છે.ત્યારે આ અંગે સ્થાનિરકોએ જણાવ્યુ હતુ કે ખંડેર હાલતમાં પડી રહેલ આ મકાનનો ઉપયોગ અસમાજિક લોકો કરી રહ્યા છે. આ ખંડેર બનેલ આરોગ્ય કેન્દ્રને રીનોવેટ કરી નવુ આરોગ્ય કેન્દ્ર બનાવવાોમાં આવે તો સ્થાનિક લોકોને ઘણી સહાય મળી રહે તેમ છે. આ આરોગ્ય કેન્દ્રને ભૌતિક સુખસુવિઘા સંપન્ન બનાવવામાં આવે તો રાત્રીના સમયે પ્રસુતા અને નાની સર્જરી થઇ શકે. અને ગ્રામજનોને બહારગામ કે ખાનગી દવાખાનાઓમાં જવુ ન પડે.વળી બાજુમાં જ આયુષ્યમાન ભારતનું નવુ મકાન બનાવવામાં આવ્યુ છે.પરંતુ પાણીના અભાવે આ મકાન પણ બંધ પડી રહ્યુ હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cH6WMI
ConversionConversion EmoticonEmoticon