નડિયાદ, તા.17 મે 2020, રવિવાર
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદના વધુ ચાર કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટ નેગેટીવ આવતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.માતર તાલુકાના ત્રાજ ગામના હનુમાનજી મંદિર પાસે રહેતા સુનિલભાઇ પટેલ,નડિયાદ ચકલાસી ભાગોળ મોટા પોરના નાકે રહેતા ચંદ્રિકાબેન વાઘેલા,ખેડાના લાલા દરવાજા પાસે આવેલ કાછીયા શેરીના મનસ્વી કા.પટેલ આજે કોરોનાને મ્હાત આપી ઘરે પરત આવ્યા છે.
માતર ત્રાજ ગામના હનુમાનજી મંદિર પાસે રહેતા સુનિલભાઇ પટેલને ગત તા.૭ મેના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.જ્યારે નડિયાદ ચકલાસી ભાગોળ મોટા પોળના નાકે રહેતા ચંદ્રિકાબેન વાઘેલા,ખેડાના લાલા દરવાજા કાછીયા શેરીના મનસ્વી કા.પટેલ નેગત્ ૮ મે ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
આથી તમામને સારવાર અર્થે નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા હતા. આજે સુનિલભાઇ, ચંદ્રિકાબેન અને મનસ્વી નો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા ઘરે પરત ફર્યા છે.આ ત્રણેય વ્યક્તિઓને હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગળગળાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.
જો કે ખેડા જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો-૪૨પર પહોંચ્યો છે. તેવા સમયે કોરોના પોઝીટીવ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા રજા મળતા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36a15NC
ConversionConversion EmoticonEmoticon