સાન ફ્રાન્સિસ્કો, તા. 21 મે 2020, ગુરૂવાર
માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વીટર નવું ફીચર લોન્ચ કરવા જઇ રહીં છે. ટ્વીટર યુઝર હવે નક્કી કરી શકશે તેની ટ્વીટને કોણ રિપલાય કરી શકે છે. કંપની આ ફીચર પર છેલ્લા ઘણા સમયથી કરી રહીં છે. જોકે, તમે નોર્મલ ટ્વીટ કરશો તો કોઇ પણ તેનો રિપ્લાય કરી શકે છે.
ટ્વીટરના નવા ફીચર લોન્ચ થયા બાદ તમે એવી પણ ટ્વીટ કરી શકો છો જેને ફક્ત લાઇક કે રીટ્વીટ કરી સકાય છે. અત્યારે પણ આવું એક ફીચર છે જેમાં ટ્વીટને લોક કરી શકો છે પરંતુ આમ કર્યા બાદ તમે ટ્વીટને કોઇ રીટ્વીટ પણ કરી શકતા નથી.
કંપનીઆ ફીચર હલા લિમિટેડ યુઝર્સ માટે જારી કર્યું છે. ટૂંક સમયમાં તેને દુનિયાભરમાં તમામ યુઝર્સ માટે જારી કરી દેવામાં આવશે.
કેવી રીતે કામ કરશે ફીચર
ટ્વીટરનું કહેવું છે કે ટ્વીટ કરતી વખતે યુઝર્સને ત્રણ વિકલ્પ મળશે, Everyone, only people you follow, people you mention જેમાંથી કોઇ પણ પસંદ કરવાનું રહેશે.
Everyone - તેને સિલેક્ટ કરી તમારા ટ્વીટને દરેક યુઝર્સ રિપ્લાય કરી શકે છે. બીજા વિકલ્પ only people you followમાં તે લોકો જ રિપ્લાય કરી શકે જેને તમે ફોલો કરી શકો છો. ત્રીજા ઓપ્શન people you mentionમાં તે યુઝર્સ જ રિપ્લાય કરી શકશે તેને તમે ટ્વીટમાં ટેગ કે મેન્શન કર્યાં છે.
છેલ્લા બે ઓપ્શનમાંથી કોઇ એક સિલેક્ટ કરશો કે તરત જ ટ્વીટની નીચે આપવામાં આવેલું Reply આઇકોન ગ્રે થઇ જશે એટલે ડિસેબલ કરી દેવામાં આવશે. જોકે, આ ટ્વીટને રીટ્વીટ અને કોમેન્ટની સાથે રીટ્વીટ અને લાઇક પણ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ટ્વીટર રીપ્લાયને હાઇડ ફીચર લોન્ચ કર્યું હતું. તેના અંતર્ગત તમે પોતાની ટ્વીટ પર કરવામાં આવેલા કોઇ પણ રિપ્લાયને હાઇડ કરી શકો છો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TpYj1r
ConversionConversion EmoticonEmoticon