ન્યૂયોર્ક, 21,મે, 2020, ગુરુવાર
કુદરતી રીતે વાયરસ કે જીવાણુનો પ્રકોપ વધે ત્યારે તેને બદલાતા હવામાનમાં ટકી રહેવામાં મુશ્કેલી પડે છે. શિયાળામાં ચટકા ભરતા મચ્છર માર્ચ મહિના પછી ગરમી શરુ થાય કે તરત જ ગરમીના પ્રકોપથી મરવા લાગે છે.પાણી જન્ય રોગોનો ઉપદ્વવ ચોમાસા પછીના સમયમાં વધારે હોય છે. સરેરાશ માણસનું સ્વાસ્થ્ય શિયાળામાં સૌથી સારું રહે છે આમ આરોગ્ય અને હવામાનને સીધો સબંધ છે કારણ કે હવામાન મુજબ રોગકારકો પેદા થતા રહે છે અને મરતા પણ રહે છે. નોવેલ કોરોના વિષાણુએ દુનિયામાં જાન્યુઆરી મહિનામાં ચીનમાં પ્રથમવાર દેખાડો દીધો ત્યારે દુનિયાના ઘણા ભાગોમાં શિયાળો ચાલતો હતો. કોરોના વાયરસ 27 ડિગ્રીથી વધુ તાપમાનમાં જીવી શકતો નથી એવું સ્પષ્ટ માનવામાં આવતું હતું પરંતુ આ માન્યતા ખોટી પડી છે જો એમ જ હોયતો ભારતનાં કોરોના વાયરસ ધોમધખતા ઉનાળામાં સરેરાશ 40 ડિગ્રીમાં પ્રસાર થઇ રહયો છે.
સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને હવામાન બદલાતા શું ફેરફાર આવે છે તેના પર સ્ટડી થઇ રહયા છે આ સ્ટડીના પરિણામો નિરાશ કરનારા જણાય છે. વિશ્વમાં 50 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 3 લાખથી પણ વધુના મોત થયા છે. સાયન્સ જર્નલમા પ્રકાશિત અહેવાલ મુજબ આ મહામારીના કોઇ નકકર ઉપાયો કર્યા વગર માત્ર ગરમીની વાયરસ પર કોઇ અસર થવાની કોઇ જ શકયતા જણાતી નથી. દુનિયાનો મોટા ભાગનો માનવ સમૂદાય ઇમ્યૂન થઇ જાય એ જ એક માત્ર વિકલ્પ છે.
પ્રિંસ્ટન યૂનિવર્સિટીના સંશોધકો પણ માને છે કે કોરોના વાયરસનો હવામાન પરીવર્તનની નાશ થશે નહી. કોરોનાએ ઠંડુ, ગરમ તમામ પ્રકારનું હવામાન ધરાવતા દેશમાં કહેર ફેલાવ્યો છે. સંશોધકો દુનિયાના જુદા જુદા જળવાયું ધરાવતા હવામાનમાં કોરોના વાયરસની ચકાસણી કરી હતી. આ ચકાસણી મોડેલ વાયરસના ઋતુ પ્રમાણના સંક્રમણના ઐતિહાસિક આંકડાઓ પર આધારિત હતું. જેમાં ઇન્ફલૂએન્ઝા વાયરસ, હ્વુમન કોરોના વાયરસ એચકેયુ 1 અને હ્મુમન કોરોના વાયરસ ઓસી-3 નો સમાવેશ થતો હતો. વાયરસ પર હર્ડ ઇમ્યૂનિટી વિકસિત થઇ જાય એ પછી જ હવામાનની અસર જણાય છે પરંતુ કોવીડ બાબતે હજુ એવું જોવા મળતું નથી.
સ્ટડી સાથે સંકળાયેલા નિષ્ણાત ડોકટર રેચલ બેકરનું માનવું હતું કે નોવેલ કોરોનાના શરુઆતના તબક્કામાં ગરમી ,ઠંડી કે ભેજની કોઇ જ અસર મહામારી પર જોવા મળશે નહી અને પ્રસરતો જ જવાનો છે. વેકિસનેશન કે સોશિયલ ડિસ્ટન્સિંગ વિના દક્ષિણ હેમીસ્ફીયરમાં તેની ગતિ ઘટવાની શકયતા નથી. માનવીઓ નોવેલ કોરોના વાયરસની ઇમ્યૂનિટી મેળવી લેશે એ પછી તે પણ સાદા કોરોના વાયરસની જેમ શિયાળામાં જ વધારે અસર કરતો રહેશે. કોવિડ-19ના પ્રકોપનો આધાર સોશિયલ ડિસ્ટન્સિંગ, ઇમ્યૂનિટી રિસ્પોન્સ, સંક્રમણના ગાળા પર રહેશે. આમ નોવેલ કોરોના વાયરસથી માણસ વિના પ્રયત્ને માત્ર કુદરતી રીતે જ મુકત થઇ શકશે નહી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36k0HvV
ConversionConversion EmoticonEmoticon