અમદાવાદ,તા. 21 મે 2020,ગુરુવાર
છેલ્લા થોડા સમયથી દુનિયાભરમાં આશ્ચ્રર્યજનક પ્રાકૃતિક ફેરફારો જોવા મળી રહ્યા છે. જેમાં વધારે એક ઘટનાનો ઉમેરો થયો છે. એન્ટાર્કટિકામાં બરફનો રંગ સફેદમાંથી લીલો થઇ રહ્યો છે. આવો અજીબ ફેરફાર જોઇને વિજ્ઞાનીઓ પણ ચિંતામાં મુકાયા છે. વર્તમાન સમયે વિજ્ઞાનીઓ તાપસ કરી રહ્યા છે કે આમ થવા પાછળનું કારણ ક્લાઇમેટ ચેન્જ છે કે પછી કિ ન્ય કારણ જવાબદાર છે. કેટલાક વિજ્ઞાનીઓ એવું માની રહ્યા છે કે આમ થવા પાછળ ત્યાં રહેતા પેગ્વિન જવાબદાર છે.
પહેલા એન્ટાર્કિટિકામાં માત્ર અને માત્ર સફેદી જ દેખાતી હતી, એટલે કે જ્યાં નજર કરો ત્યાં માત્ર સફેદ રંગનો બરફ જ દેખાતો હતો. પરંતુ હવે ત્યાં સફેદ રંગની સાથે લીલા કલરનું મિશ્રણ જોવા મળે છે. ખાસ કરીને ન્ટાર્કટિકાના કિનારા વિસ્તારમાં આ લીલો બરફ વઘારે જોવા મળી રહ્યો છે. વિજ્ઞાનીઓ એવી પણ શક્યાતા બતાવી રહ્યા છે કે આવનારા કેટલાક વર્ષોમાં આખું એન્ટાર્કટિકા લીલું બની જાય.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાનો સેન્ટીનલ -2 સેટેલાઇટ બે વર્ષથી એન્ટાર્કટિકાની તસવીરો લઇ રહ્યો છે. જેના અધ્યયન બાદ કેમ્બ્રિજ યુનિવર્સિટી ને બ્રિટિશ એન્ટાર્કટિકા સર્વેના સંશોધકોએ પહેલી વખત એન્ટાર્કટિકામાં ફેલાઇ રહેલા લીલા રંગનો નકશો તૈયાર કર્યો છે. સંશોધકોને આખા એન્ટાર્કટિકામાં 1679 જગ્યા પર આ પ્રકારના લીલા બરફના પુરાવા મળ્યા છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું કે વિવિધ જગ્યા પર બરફનો લીલા રંગ પાછળ સમુદ્રી લીલ હોઇ શકે. આ લીલ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. સંશોધકોએ જણાવ્યું કે માત્ર લીલો રંગ નહીં પણ વિવિધ જગ્યા પર લાલ અને નારંગી રંગ પણ મળ્યો છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cSAU0l
ConversionConversion EmoticonEmoticon