(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 21 મે 2020, ગુરુવાર
પીઢ અભિનેત્રી મુમતાઝ ફરી ગેરસમજને કારણે ચર્ચામાં આવી છે. ગયા વરસની માફક આ વરસે પણ તેના અવસાનની અફવા ચગી હતી. આ વખતે તો પંજાબના એક મિનિસ્ટરે તેને શ્રદ્ધાંજલિ સુદ્ધાં આપી દીધી હતી જોકે સોશિયલ મીડિયાના એક પોર્ટલે મુમતાઝના પરિવારનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, મુમતાઝ એકદમ સ્વસ્થ છે.
પંજાબના સ્પોર્ટસ મિનિયસ્ટર રાણા ગુરમીત સોઢીના એક ટ્વીટ પછી મુમતાઝના અવસાની અફવા ઝડપથી ફેલાઇ હતી. સોઢીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મુમતાઝજી રહી નથી. આ મારા માટે બહુ મોટો આઘાત છે. મેં એક સારો અને નજીકનો મિત્ર ગુમાવી દીદો છે. થોડા મહીના પહેલા જ મારી તેમની સાથે લંડનમાં મુલાકાત થઇ હતી. તે હંમેશાની જેમ જ ખુશખુશાલ અને ખુશમિજાજમાં જોવા મળી હતી. તેમનું જવું એ મારી વ્યક્તિગત ક્ષતિ છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે. મુમતાઝ તમે આ દુનિયા છોડીને જતા રહ્યા પરંતુ તમને કદી ભૂલી નહીં શકીએ.
સોઢીનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર આગની માફક ફેલાઇ ગયું હતું ફરાહ ખાન અલીએ મુમતાઝની પુત્રી સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે મુમતાઝની તબિયત તો સારી છે અન ેમજામાં છે. જ્યારે મિલાપ ઝવેરી એ પણ મુમતાઝના નિધનના સમાચારને ખોટા ગણાવ્યા છે. ફરાહ અને મિલાપ મુમતાઝની પુત્રીના સાસરિયાના સંબંધી છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વરસના મે મહિનામાં પણ મુમતાઝના મૃત્યુના સમચાાર ફેલાયા હતા. આ વખતે પણ મે મહિનામાં જ તેના નિધનની અફવા ફરી વાર ચગી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LLil26
ConversionConversion EmoticonEmoticon